ઓડિશા ટ્રેન અકસ્માતમાં અજાણ્યા લોકો સામે ફરિયાદ નોંધાઈ, રેલ્વે એક્ટ અંતર્ગત ગુનો નોંધાયો
ઓડિશાના બાલાસોરમાં થયેલા ભયંકર ટ્રેન અકસ્માતમાં રેલ્વે એક્ટ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે. ઘટના સ્થળ પર સ્થિતી સામાન્ય થઈ રહી છે અને હવે અજ્ઞાત લોકો સામે ગુનો દાખલ કરાયો છે.
આ મુદ્દે માહિતી આપતા રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યુ કે, રેલ્વે બોર્ડે અકસ્માતની સીબીઆઈ તપાસની ભલામણ કરી છે. સોમવારે કટકમાં સરકારી રેલવે પોલીસ (જીઆરપી) દ્વારા રેલવે એક્ટની કલમ 153, 154 અને 175 હેઠળ બાલાસોર ટ્રેન દુર્ઘટનામાં અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ FIR દાખલ કરાઈ છે.

બાલાસોર GRPSના SI પપુ કુમાર નાઈકની ફરિયાદના આધારે પોલીસે FIR દાખલ કરી છે. આ પહેલા રેલ દુર્ઘટના સંદર્ભે પોલીસ દ્વારા નોંધવામાં આવેલી એફઆઈઆરમાં આક્ષેપ કરાયો હતો કે દુર્ઘટનામાં બેદરકારીથી મૃત્યુ થયા અને લોકોના જીવ જોખમમાં મૂક્યા.
બીજી તરફ બાલાસોર અકસ્માતની તપાસ શરૂ કરાઈ છે. અત્યાર સુધી આ ભયાનક અકસ્માતનું કારણ સિગ્નલની ઇન્ટરલોકિંગ સિસ્ટમમાં ખામી હોવાનું મનાઈ રહ્યુ છે. જો કે પૂર્વ રેલ મંત્રી દિનેશ ત્રિવેદીએ આ ઘટનાને અકસ્માત નહીં કાવતરું ગણાવ્યું છે.
Odisha | FIR registered by Government Railway Police (GRP) in Cuttack under sections 153, 154 and 175 of the Railway Act against unknown persons in the Balasore train accident.
— ANI (@ANI) June 5, 2023
FIR was registered following a complaint by SI Papu Kumar Naik of Balasore GRPS pic.twitter.com/67vhxy3Iht
તેમણે દાવો કર્યો કે, મને 100 ટકાથી વધુ ખાતરી છે કે આ દુર્ઘટના કાવતરાથી થઈ છે. એક સેકન્ડમાં એક પછી એક અકસ્માત થાય તે એક યોજના જેવું લાગે છે. રેલવે સિસ્ટમમાં એક સાથે આટલા અકસ્માતના સંજોગ નથી હોતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
