રાહુલ ગાંધીએ કરેલા એક ટ્વિટ માટે ભાજપે ચૂંટણી પંચને કરી ફરિયાદ
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક ટ્વિટ કર્યુ જેના માટે હવે ભારતીય જનતા પાર્ટી ચૂૂંટણી પંચના દરવાજા સુધી પહોંચી ગઈ છે.
નવી દિલ્લીઃ બિહાર વિધાનસભા ચૂંટણી માટે રાજ્યમાં રાજ્યમાં રાજકીય પારો ચડેલો છે. બુધવારે 71 વિધાનસભા સીટો માટે પહેલા તબક્કાનુ મતદાન કરવામાં આવ્યુ. આ દરમિયાન રાજકીય પાર્ટીઓ એકબીજા પર નિશાન સાધવાનો મોકો નથી છોડી રહી. બુધવારે મતદાન દરમિયાન કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક ટ્વિટ કર્યુ જેના માટે હવે ભારતીય જનતા પાર્ટી ચૂૂંટણી પંચના દરવાજા સુધી પહોંચી ગઈ છે. ભાજપે ચૂંટણી પંચને રાહુલ ગાંધીના એ ટ્વિટની ફરિયાદ કરી છે જેમાં તેમણે બિહારની જનતાને મહાગઠબંધન માટે વોટ કરવાની અપીલ કરી છે.

ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસ કાળમાં બિહાર રાજકીય રંગે ડૂબેલુ છે. વિધાનસભા ચૂંટણીને જોતા બુધવારે પહેલા તબક્કાનુ મતદાન કરાવવામાં આવ્યુ. આ દરમિયાન ઘણા રાજકીય દળોએ પોતાના વિરોધીઓ પર જોરદાર નિશાન સાધ્યુ. બિહારમાં કોંગ્રેસ મહાગઠબંધન સાથે ચૂંટણી લડી રહી છે. ચૂંટણી પહેલા એનડીએને ઘેરવા માટે રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવે ઘણી સંયુક્ત રેલીઓ પણ કરી. જો કે હવે રાહુલ ગાંધી ખુદ પોતાના ટ્વિટ માટે વિવાદોમા ઘેરાઈ ગયા છે. ભાજપે રાહુલના ટ્વિટ વિશે નારાજગી વ્યક્ત કરી છે.
બુધવારે બિહારમાં પહેલા તબક્કાના મતદાન દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યુ, 'આ વખતે ન્યાય, રોજગાર, ખેડૂત-મજૂર માટે તમારો મત આપો માત્ર મહાગઠબંધનને. બિહારના પહેલા તબક્કાના મતદાન માટે તમને સૌને શુભકામનાઓ.' રાહુલના આ ટ્વિટ માટે હવે ભાજપે નારાજગી વ્યક્ત કરી છે. ભાજપનો આરોપ છે કે આચારસંહિતા લાગુ થયા બાદ પણ રાહુલ ગાંધી મહાગઠબંધન માટે મત માંગીને ચૂંટણી પંચના નિયમોને તોડી રહ્યા છે. આ અંગે ભાજપે ચૂંટણી પંચમાં રાહુલ ગાંધીની ફરિયાદ પણ કરી છે.
Bharatiya Janata Party (BJP) files complaint to Election Commission (EC) against Congress leader Rahul Gandhi over his tweet posted today asking for votes in the first phase of #BiharElections from voters today. pic.twitter.com/5XUg8NHAFG
— ANI (@ANI) October 28, 2020
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
