કોલગેટ : છત્તીસગઢ સ્થિત કંપની સામે નવો કેસ દાખલ

આ અંગે સીબીઆઇના સૂત્રોના જણાવ્યા અનુસાર11 સ્થળોએ કોલસા ફાળવણીમાં પુષ્પ સ્ટીલ એન્ડ માઇન્સ લિમિટેડ અને તેના અનેક ડાયરેક્ટર્સ જેમાં અતુલ જૈન અને સંજય જૈનનો સમાવેશ થાય છે તેમની સામે નવી એફઆઇઆર દાખલ કરવામાં આવી છે.
તેમની સામે કેસ દાખલ કર્યા બાદ સીબીઆઇ અધિકારીઓએ કંપનીના કાર્યાલયો અને ડાયરેક્ટર્સના રાયપુર, છત્તીસગઢ, હરિયાણામાં આવેલા નરવાણા, અજમેરી ગેટ અને પંજાબી બાગ ખાતે પણ છાપા માર્યા હતા.
સીબીઆઇના સૂત્રોના જણાવ્યા અનુસાર એફઆઇઆરમાં જણાવવામાં આવ્યું છે કે છત્તીસગઢ સરકારની ભલામણથી કંપનીને માઇનિંગ માટે લીઝ મળી હતી. તેમને અનુભવની ઉણપ અને માઇનિંગ માટે જરૂરી મૂડીની તંગી હોવા છતાં પ્રોજેક્ટ મળ્યો હતો.
ઉલ્લેખનીય છે કે અગાઉ સીબીઆઇએ છેતરપીંડિ, ગેરરીતિ, હકીકતોની કોટી રજૂઆત કરીને કોલસા ફાળવણીના બ્લોક મેળવવા માટે કરેલી અરજી સામે કેસ નોંધ્યા હતા. ગયા વર્ષે ભાજપના નેતા પ્રકાશ જાવડેકરે કરેલી ફરિયાદ બાદ સેન્ટ્રલ વિજિલન્સ કમિશને કોલ બ્લોક ફાળવણીમાં થયેલી ગેરરીતિઓની તપાસ સીબીઆઇને સોંપી હતી. આ ફરિયાદને આધારે કોંગ્રેસના સાંસદોએ પણ એનડીએના શાસન દરમિયાન કોલસા બ્લોકની ફાળવણી સામે ફરિયાદ નોંધાવી હતી.
આ ફરિયાદને આધારે સીબીઆઇએ વર્ષ 2006થી 2009 તથા વર્ષ 1193થી 2004 દરમિયાન ખાનગી કંપનીઓને કરવામાં આવેલી કોલસા બ્લોક ફાળવણીની તપાસ હાથ ધરી હતી. ગયા ઓગસ્ટમાં કેગના રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે વર્ષ 2004થી વર્ષ 2009 દરમિયાન ફાળવવામાં આવેલી 142 કોલસા ખાણોમાં હિસ્સેદારોએ 1.86 લાખ કરોડ રૂપિયાનો લાભ મેળવ્યો હતો. તેમને આ ફાળવણી હરાજી કર્યા વિના આપી દેવામાં આવી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
