CM યોગી સહારનપુરમાં જનસભાને કરશે સંબોધિત, સ્કૂલો-કૉલેજો રહેશે બંધ, સુરક્ષાનો કડક બંદોબસ્ત
સહારનપુરઃ ઉત્તર પ્રદેશમાં આવી રહેલી નગરપાલિકાની ચૂંટણીને લઈને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જનસભાને સંબોધિત કરવા માટે સહારનપુર આવી રહ્યા છે.
સીએમ યોગીની જનસભાને લઈને તૈયારીઓને આખરી ઓપ અપાઈ ચૂકયો છે. પંડાલ સહિત મંચ સજાવી દેવામાં આવ્યુ છે. શહેરના મહારાજ સિંહ કૉલેજના મેદાન પરથી સીએમ યોગી વિરોધીઓને પોતાના અંદાજમાં જવાબ આપશે.

તમને જણાવી દઈએ કે મેરઠ ઝોનના એડીજી રાજીવ સભરવાલે એસએસપી વિપિન તાડા સાથે પહોંચીને સુરક્ષાની સમીક્ષા કરી હતી. આ ઉપરાંત ઘણી અન્ય સુરક્ષા એજન્સીઓ પણ વ્યવસ્થામાં લાગી. નોંધનીય છે કે વીવીઆઈપી મુલાકાતના કારણે જિલ્લાની બધી સ્કૂલો અને કૉલેજોમાં સોમવારે એટલે કે આજે રજા આપવામાં આવી છે. સુરક્ષા કારણોસર વાહન વ્યવહાર તેમજ રુટ ડાયવર્ઝન પણ લાગુ કરવામાં આવ્યા છે.
છાત્ર-છાત્રાઓને અસુવિધાથી બચાવવા માટે જિલ્લાધિકારીના નિર્દેશોના અનુપાલનમાં આ રજાના આદેશ આપવામાં આવ્યા છે. સોમવારે જનતા રોડ સ્થિત મહારાજ સિંહ કૉલેજના મેદાન પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ચૂંટણી જનસભાને સંબોધિત કરશે.
રવિવારે પોલીસ-પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ દિવસભર સુરક્ષાની તૈયારીઓ કરી હતી. જિલ્લા શાળા નિરીક્ષક યોગરાજ સિંહે જણાવ્યુ હતુ કે જિલ્લા મેજિસ્ટ્રેટ અખિલેશ સિંહની સૂચનાના પાલનમાં, મૂળભૂત શિક્ષણ પરિષદ, માધ્યમિક શિક્ષણ, સીબીએસઈ, આઈસીએસઈ, મદરસા બોર્ડ, સંસ્કૃત બોર્ડ અને ઉચ્ચ શિક્ષણની તમામ કોલેજોમાં સોમવારે રજા રહેશે. તેમણે તમામ આચાર્યોને આદેશનુ ચુસ્તપણે પાલન કરવા સૂચના આપી છે.
સહારનપુરમાં નગરપાલિકાની ચૂંટણી માટે 4 મેના રોજ મતદાન થશે. જે બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર, પ્રમુખ અને કાઉન્સિલરોની ચૂંટણી થશે. ભાજપે દરેક બોડી પર પોતાના ઉમેદવાર ઉતાર્યા છે. રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સોમવારે સહારનપુરથી જ ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે. આ પછી તેઓ શામલી જશે અને ત્યાં જનસભાને સંબોધશે. ઉલ્લેખનીય છે કે યોગી આદિત્યનાથ દરેક ચૂંટણીમાં પોતાના ચૂંટણી પ્રચારની શરૂઆત મા શાકંભરીની ભૂમિ સહારનપુરથી કરે છે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની જાહેર સભાના પંડાલમાં એક લાખ જેટલી ખુરશીઓ ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત સ્ટેજ પર અન્ય નેતાઓ માટે ખુરશીઓની પણ વ્યવસ્થા છે. મુખ્યમંત્રી સવારે 11.50 કલાકે સભા સ્થળે પહોંચશે. તમને જણાવી દઈએ કે સહારનપુરમાં બસપા-ભાજપ અને સપાના ઉમેદવારો વચ્ચે જંગ છે, તેથી યોગીન નિશાન સપા અને બસપા હશે. રવિવારે પ્રદેશ મંત્રી ડૉ.ચંદ્રમોહનની સાથે ભાજપના નેતાઓએ પણ જાહેર સભાના સ્થળે પહોંચી નિરીક્ષણ કર્યુ હતુ.
રવિવારે સાંજે એડીજી મેરઠ ઝોન રાજીવ સભરવાલે મુખ્યમંત્રીના આગમનની તૈયારીઓની સમીક્ષા કરી હતી. સ્ટેજ અને પંડાલનું નિરીક્ષણ કર્યા બાદ તેમણે પોલીસ લાઈનમાં પોલીસ દળને બ્રીફિંગ કર્યુ હતુ. આ દરમિયાન તેમણે સ્પષ્ટ કહ્યુ કે જો કોઈ પોલીસકર્મી પોતાની ફરજમાં બેદરકારી દાખવશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તમામ પોલીસકર્મીઓને પણ સમયસર ફરજ પર પહોંચવા સૂચના આપવામાં આવી છે.
નગરપાલિકાની ચૂંટણી અને મુખ્યમંત્રીના આગમન માટે ડૉગ સ્કવૉડની ટીમે રિહર્સલ કર્યુ હતુ. આ રિહર્સલ કૂતરાના નાક પર ગંધ લગાવીને કરવામાં આવ્યુ હતુ. તમને જણાવી દઈએ કે મુખ્યમંત્રીના આગમન પહેલા ડૉગ સ્કવૉડની ટીમ સ્ટેજ અને પંડાલ બંનેની તપાસ કરશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
