ખેડૂતોની મદદ માટે સીએમ યોગીનો નિર્દેશ, માવઠાથી ત્રસ્ત ખેડૂતોને વળતર ચૂકવાશે
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શનિવારે આયોજિત એક ઉચ્ચસ્તરીય બેઠકમાં ગત દિવસોમાં યુપીમાં પડેલા માવઠા અને કરાના કારણે ઉપજેલી સ્થિતિની સમીક્ષા કરી અને જરૂરી દિશા-નિર્દેશ આફ્યા. રાજ્યની અદ્યતન સ્થિતિના સંબંધમાં રાજસ્વ વિભાગના એક પ્રસ્તુતિકરણનું અવલોકન કરતાં મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે અન્નદાતાના હિતનું રક્ષણ કરવું સરકારની પ્રાથમિકતા છે.
માર્ચ મહિનામાં રાજ્યના અનેક ક્ષેત્રોમાં કમોસમી વરસાદ એટલે કે માવઠું થયું હતું અને કરા પણ પડ્યા હતા જેને કારણે ખેડૂતો અને કૃષિ ઉપજ પર ખરાબ અસર પડી હતી. ગત 24 કલાકમાં પણ રાજ્યના નવ જિલ્લામાં કરા પડ્યા હોવાની સૂચના છે. સંકટના આ સમયે સરકાર ખેડૂતો સાથે ઉભી છે.

હવામાન નિષ્ણાંતો મુજબ આગેલા બેથી ત્રણ દિવસ સુધી આવી સ્થિતિ બની રહેવાની સંભાવના છે. જેના માટે તમામ જરૂરી સતર્કતા પ્રબંધન કરવામાં આવે. રાહત કમિશનર કાર્યાલય દ્વારા માવઠાના કારણે જે ખેડૂતોનો પાક પ્રભાવિત થયો, તેમનું આંકલન કરી નિયમાનુસાર ક્ષતિપૂર્તિ રાશિ ઉપલબ્ધ કરાવવામાં મોડું ના થાય.
મુખ્યમંત્રી યોગીએ નિર્દેશ આપ્યા કે ખેડૂતોને હવામાનના પૂર્વાનુમાન વિશે સમયસર જાણકારી ઉપલબ્ધ કરવાવામાં આવે. હવામાન વિભાગની ચેતવણીઓ વિશે છેવાડાના ગામડાના ખેડૂત સુધી ટીવી, સમાચાર પત્ર અને સ્થાનિક પ્રશાસનના માધ્યમથી જાણકારી ઉપલબ્ધ કરાવવામાં આવે. આ પૂર્વાનુમાન 24-48 કલાકના હોવા જોઈએ. આવી સ્થિતિમાં જ્યારે લોકો સતર્ક હશે તો નુકસાન પણ ઓછું થશે.
તેમણે કહ્યું કે કુદરતી હોનારતને કારણે ઘઉં વગેરે પાક ખરાબ થઇ શકે છે. જે પાક પૈદા થઇ રહ્યો છે, તેની ગુણવત્તા પર પણ ખરાબ અસર પડવાની આશંકા છે. આવા પાકની ખરીદી ટેકાના ભાવે થવી જોઈએ. જેના માટે જરૂરિયાત મુજબ નિયમ ઘડવા માટે જરૂરી પ્રસ્તાવ તૈયાર કરવામાં આવે.












Click it and Unblock the Notifications
