દિલ્લીના 7 મહત્વના ફ્લાયઓવરનુ થશે સમારકામ, કેજરીવાલ સરકારે આપી મંજૂરી

દિલ્લીમાં સાત મહત્વના ફ્લાયઓવરના મજબૂતીકરણ અને સમારકામના કામને કેજરીવાલ સરકારે મંજૂરી આપી હતી.

દિલ્લીમાં ટ્રાફિક જામની સમસ્યાના ઉકેલ માટે અરવિંદ કેજરીવાલની આગેવાનીવાળી આપ સરકારે મંગળવારે સાત મહત્વના ફ્લાયઓવરના મજબૂતીકરણ અને સમારકામના કામને મંજૂરી આપી હતી. દિલ્લીના ઉપ મુખ્યમંત્રી અને પીડબ્લ્યુડી મંત્રી મનીષ સિસોદિયાએ કહ્યુ કે આ પ્રોજેક્ટ્સ 12.46 કરોડ રૂપિયાના છે. સાત પ્રોજેક્ટ્સમાં આફ્રિકા એવન્યુ ફ્લાયઓવર, મોતી બાગ ફ્લાયઓવર, સાવિત્રી સિનેમા ફ્લાયઓવર, આઈટીઓ ફ્લાયઓવર, તિલક નગર ડિસ્ટ્રિક્ટ સેન્ટર ફ્લાયઓવર, તિલક નગર મેટ્રો ફ્લાયઓવર અને પંજાબી બાગ ફ્લાયઓવરનો સમાવેશ થાય છે એમ સરકારી અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યુ હતુ.

kejriwal

પ્રોજેક્ટ્સ વિશે વિગતો શેર કરતા દિલ્લીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યુ કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નેતૃત્વ હેઠળની દિલ્લી સરકાર દિલ્લીના લોકોને વધુ સારા રસ્તા અને ફ્લાયઓવર આપવા માટે પ્રતિબદ્ધ છે. સિસોદિયાએ કહ્યુ, 'આ સુનિશ્ચિત કરવા માટે, પીડબ્લ્યુડી દિલ્લીના સાત મુખ્ય ફ્લાયઓવરને મજબૂત અને રિપેર કરવાનુ કામ હાથ ધરશે. આનાથી ફ્લાયઓવર મજબૂત થશે અને તેમના આયુષ્યમાં 20 વર્ષ સુધીનો વધારો થશે.'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X