'કૃપા કરીને પોત-પોતાના ઘર ખાલી કરી દો', યમુનામાં જળ સ્તર વધતા CM કેજરીવાલે જનતાને કરી આ અપીલ
Delhi Flood Alert News: યમુનામાં પાણીનું સ્તર વધવાને કારણે દેશની રાજધાની દિલ્હીમાં હવે પૂરનુ જોખમ તોળાઈ રહ્યુ છે. અવિરત વરસાદ અને હથિની કુંડ બેરેજમાંથી પાણી છોડવાના કારણે યમુના નદીનું જળસ્તર ઝડપથી વધી રહ્યું છે. 13 જુલાઈ, ગુરુવારે સવારે 7 વાગે યમુના નદીનું જળસ્તર 208.46 મીટર નોંધાયું હતું.
જ્યારે 12 જુલાઈએ સવારે 1 વાગે યમુનાનું જળસ્તર 207.49 મીટર નોંધાયું હતું. યમુનાનું જળસ્તર રાત્રે 10 વાગે 208.05 મીટર નોંધાયું હતું. યમુના નદીના જળસ્તરમાં વધારો થવાને કારણે ઓખલા બેરેજ વિસ્તારમાં દરવાજા ખોલવામાં આવ્યા છે, જેના કારણે યમુનાનું પાણી ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પ્રવેશ્યું છે.

તમને જણાવી દઈએ કે લોહા પુલની આસપાસના વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. તો બીજી તરફ યમુના નદીનું જળસ્તર વધવાને કારણે રીંગરોડ આઈટીઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે માર્ગ વાહન વ્યવહારને અસર થઈ હતી. વળી, યમુનાના જળસ્તર વધવાને કારણે જૂના રેલવે બ્રિજને રેલ વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો.
દિલ્હીમાં પૂર જેવી સ્થિતિને કારણે, MCDના શિક્ષણ વિભાગે સિવિલ લાઈન્સ ઝોનના નીચાણવાળા વિસ્તારોમાં 10 શાળાઓ, શાહદરા દક્ષિણ ઝોનમાં 6 શાળાઓ અને શાહદરા ઉત્તર ઝોનમાં 1 શાળાને 13 જુલાઈ સુધી બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ શાળાઓના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન વર્ગોનું આયોજન કરવામાં આવશે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજવાલીએ યમુનાના પાણીના સ્તરમાં વધારો અને પૂરની સ્થિતિ પર ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો છે. આ સાથે પ્રેસ કોન્ફરન્સ દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને પણ તેમના ઘર ખાલી કરવા અપીલ કરવામાં આવી છે.
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે યમુનાનું જળસ્તર વધવાને કારણે પૂરની સ્થિતિ યથાવત છે. આ દરમિયાન બોલતા તેમણે કહ્યું કે વર્ષ 1978માં યમુનાનું જળસ્તર 207.49 મીટરે પહોંચી ગયું હતું, જેના કારણે 45 વર્ષ પહેલા દિલ્હીમાં ભારે પૂર આવ્યું હતું. તેમણે કહ્યું કે 40-42 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો છે.
સીએમ કેજરીવાલે કહ્યું કે યમુનામાં જે પાણી આવી રહ્યું છે તે હિમાચલ પ્રદેશ અને હરિયાણાથી આવી રહ્યું છે. હરિયાણાના હથિનીકુંડ બેરેજમાંથી છોડવામાં આવી રહેલા પાણીને કારણે યમુનાનું જળસ્તર સતત વધી રહ્યું છે. આ અંગે સીએમ કેજરીવાલે ગૃહમંત્રી અમિત શાહને પત્ર પણ લખ્યો છે.
પત્રમાં તેમણે નમ્ર વિનંતી કરી હતી કે જો શક્ય હોય તો હથિનીકુંડ બેરેજમાંથી પાણી મર્યાદિત દરે જ છોડવામાં આવે જેથી દિલ્હીમાં યમુનાનું સ્તર વધુ ન વધે. પ્રેસ કોન્ફરન્સમાં દિલ્હીના સીએમ કેજરીવાલે કહ્યું કે દિલ્હીનું પાણીનું સ્તર વધુ વધવાની આશંકા છે.
પૂર પ્રભાવિત વિસ્તારોમાં રહેતા લોકોને અપીલ કરતા સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે હું નીચાણવાળા વિસ્તારોમાં રહેતા તમામ લોકોને તેમના ઘર ખાલી કરવા વિનંતી કરું છુ કારણ કે, પાણીનું સ્તર અચાનક વધી જશે અને તમારું જીવન જોખમમાં આવી શકે છે.
આ દરમિયાન સીએમ કેજરીવાલે કહ્યું કે યમુનામાં પાણીના વધતા સ્તરથી કેટલાક વિસ્તારો પ્રભાવિત થયા છે અને તે છે બોટ ક્લબ, મઠ માર્કેટ, નીલી છત્રી મંદિર, જૂનો રેલવે બ્રિજ, યમુના બજાર, ગીતા ઘાટ, નીમ કરોલી ગૌશાળા, વિશ્વકર્મા અને ખડ્ડા કોલોની. , ગઢી. માંડુ, મજનુ કા ટીલાથી વજીરાબાદ સુધી પાણી પહોંચી ગયું છે.
આ દરમિયાન સીએમ કેજરીવાલે કહ્યું કે ઉસ્માનપુર, બાદરપુર ખાદરના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોએ તેમના ઘર ખાલી કરી દેવા જોઈએ. DND મયુર વિહાર, જગતપુર, ભેલૂપુરમાં સરાય કાલે ખાન, શમશાનઘાટ, જૈન મંદિર, ગ્યાસપુર અને મિલેનિયમ ડેપોમાં મુખ્ય પુષ્ટા રોડની આસપાસની તમામ ઝૂંપડપટ્ટીઓ ખાલી કરો.
સીએમ કેજવાલીએ કહ્યું કે જે લોકો પૂર જોવા જઈ રહ્યા છે તેમણે ન જવું જોઈએ. બીજી તરફ મહેસૂલ મંત્રી આતિશીએ કહ્યું કે દિલ્હી સરકારે પૂર પ્રભાવિત વિસ્તારોમાં લોકોને તાત્કાલિક રાહત પહોંચાડવા માટે 50 બોટની વ્યવસ્થા કરી છે. તેમજ પાવર લાઈનોથી દૂર રહેવાની સલાહ આપી હતી અને કોઈપણ જરૂરિયાત માટે હેલ્પલાઈન નંબર 1077 પર સંપર્ક કરવા જણાવ્યું હતું.
दिल्ली में यमुना नदी के बढ़ते जलस्तर पर महत्वपूर्ण प्रेस कॉन्फ़्रेंस। https://t.co/jvoeBUDbzd
— Arvind Kejriwal (@ArvindKejriwal) July 12, 2023
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત







Click it and Unblock the Notifications
