લોકસભામાં પાસ થયુ નાગરિકતા સુધારા બિલ, પક્ષમાં પડ્યા 311 મત
નાગરિકતા સુધારા બિલને લોકસભામાં મંજૂરી મળી ગઈ છે. આ બિલના પક્ષમાં 311 મત પડ્યા જ્યારે 80 સાંસદોએ આના વિરોધમાં મતદાન કર્યુ હવે આ બિલને રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે.
નાગરિકતા સુધારા બિલને લોકસભામાં મંજૂરી મળી ગઈ છે. આ બિલના પક્ષમાં 311 મત પડ્યા જ્યારે 80 સાંસદોએ આના વિરોધમાં મતદાન કર્યુ હવે આ બિલને રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. લોકસભામાં નાગરિકતા સુધારા બિલ પાસ થયા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આના પર ટ્વિટ કરીને ખુશી વ્યક્ત કરી. સોમવારે મોડી રાત સુધી લોકસભામાં બિલ પર ચર્ચા થઈ અને ત્યારબાદ બિલ પર સંસદમાં મતદાન થયુ.

રાજ્યસભામાં રજૂ કરાશે
હવે આ બિલને રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવેલા શરણાર્થીઓને આ બિલમાં નાગરિકતા આપવાનો પ્રસ્તાવ છે. આ બિલમાં આ ત્રણે દેશોમાંથી આવેલા હિંદુ, જૈન, સિખ, બૌદ્ધ, પારસી અને ઈસાઈ સમાજના શરણાર્થીઓને નાગરિકતાનો પ્રસ્તાવ છે. જેડીયુ અને એલપેજી જેવી સહયોગી પાર્ટીઓએ બિલના પક્ષમાં મત આપ્યા જ્યારે શિવસેના, બીજેડી અ વાયએસઆર કોંગ્રેસ જેવી બિન કોંગ્રેસી પાર્ટીઓએ પણ બિલના પક્ષમાં જ મત આપ્યા.
|
લાખો કરોડો લોકોને યાતનામાંથી મુક્તિ આપશે
લોકસભામાં બિલ પાસ થયા બાદ પીએમ નરેન્દ્ર મોદીએ પણ ખુશી વ્યક્ત કરી. પીએમે કહ્યુ, ‘નાગરિકતા સુધારા બિલ પાસ થવા પર ખુશ છુ. હું બિલનુ સમર્થન કરનારા સાંસદો અને પાર્ટીઓનો આભાર માનુ છુ.' પીએમ મોદીએ બિલ પાસ કરાવવા માટે ગૃહમમંત્રી અમિત શાહને પણ અભિનંદન પાઠવ્યા. તેમણે કહ્યુ કે ગૃહમંત્રીએ સંસદમાં બધા સભ્યોના સવાલોના વિસ્તારથી જવાબ આપ્યા.
આ પહેલા બિલ પર ચર્ચાનો જવાબ આપતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યુ કે આ બિલ લાખો કરોડો લોકોને યાતનામાંથી મુક્તિ આપશે. તેમણે કહ્યુ કે આ બિલ કોઈ સમુદાય વિશેષ માટે નથી પરંતુ લઘુમતીઓ માટે છે. મને ખૂબ આનંદ છે કે લાખો-કરોડો શરણાર્થી જે ભારત પ્રત્યે શ્રદ્ધા રાખે છે, બિલના માધ્યમથી તેમને સુરક્ષા મળશે. બિલ વિશે ભ્રાંતિ ફેલાવવામાં આવી રહી છે તેને દૂર કરવા ઈચ્છુ છુ.
અમિત શાહે કહ્યુ કે આ દેશનુ વિભાજન ધર્મના આધારે ન થાત તો મારે બિલ લાવવાની જરૂર જ ના પડત. સંસદે એ સ્વીકારવુ પડશે કે ધર્મના આધારે વિભાજન થયુ છે જે ભાગમાં વધુ મુસ્લિમ રહેતા હતા તે પાકિસ્તાન બન્યુ અને બીજો ભાગ ભારત બન્યો. નહેરુ-લિયાકત સમજૂતીમાં ભારત અને પાકિસ્તાન પોતાના લઘુમતીઓનુ ધ્યાન રાખવાનો કરાર કર્યો પરંતુ પાકિસ્તાને આ કરારનુ પૂરુ પાલન કર્યુ નહિ.
|
કોઈની સાથે ભેદભાવ નથી કર્યો
તેમણે કહ્યુ કે 3 દેશ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના બંધારણમાં ઈસ્લામને રાજ્યધર્મ બતાવવામાં આવ્યો છે. ત્યાં લઘુમતીઓને ન્યાય મળવાની સંભાવના લગભગ ખતમ થઈ જાય છે. 1947માં પાકિસ્તાનમાં લઘુમતીઓની વસ્તી 23 ટકા હતી. જે 20111માં 3.7 ટકા પર આવી ગઈ. બાંગ્લાદેશમાં 1947માં લઘુમતીઓની વસ્તી 22 ટકા હતી જે 2011માં 7.8 ટકા થઈ ગઈ. છેવટે આ લોકો ક્યાં ગયા. જે લોકો વિરોધ કરે છે તેમને હું પૂછવા માંગુ છે કે લઘુમતીઓનો શું દોષ છે કે તેમને આ રીતે ક્ષઈણ કરવામાં આવ્યા. 1951માં ભારતમાં મુસ્લિમ 9.8 ટકા હતા. આજે 14.23 ટકા છે. આપણે કોઈની સાથે ભેદભાવ નથી કર્યો. આગળ પણ કોઈની સાથે ધર્મના આધારે ભેદભાવ કરવામાં નહિ આવે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
