Chirag Paswan : મોદી સરકારનો સાથ છોડવાની તૈયારીમાં ચિરાગ પાસવાન? જાણો કેમ શરૂ થઈ ચર્ચા?
Chirag Paswan : કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારમાં મંત્રી રહેલા ચિરાગ પાસવાનના એક નિવેદને રાજનીતિ ગરમ કરી છે. આ નિવેદન બાદ ઘણી અટકળો શરૂ થઈ છે.
કેન્દ્રીય મંત્રી અને એલજેપી અધ્યક્ષ ચિરાગ પાસવાને પટનામાં અનામત મુદ્દે પોતાનું વલણ સાફ કર્યુ. આ નિવેદન બાદ રાજકિય ગલિયારામાં ચર્ચાઓ શરૂ થઈ છે.

ચિરાગ પાસવાને કહ્યું કે, હું જે પણ ગઠબંધનમાં હોઈશ, અથવા મંત્રી પદ પર હોઉં, જે દિવસે મને લાગશે કે કોઈ બંધારણ અને અનામત સાથે રમત કરી રહ્યું છે ત્યારે હું મારા પિતાની જેમ મંત્રી પદને છોડી દઈશ.
કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને પટનામાં લોક જન શક્તિ પાર્ટી રામવિલાસ અનુસૂચિત જાતિ જનજાતિ સેલના સન્માન સમારોહની સમીક્ષા બેઠક દરમિયાન આ નિવેદન આપ્યુ.
ચિરાગ પાસવાને કહ્યું કે, જ્યારે કોર્ટે અનામત મુદ્દે કાયદો બદલવાની વાત કરી ત્યારે મારા પિતા સ્વર્ગસ્થ રામવિલાસ પાસવાને તેનો વિરોધ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મારા પિતાની વાત સાંભળી. જેના માટે હું પીએમ મોદીનો આભાર માનું છું.
આ નિવેદન સાથે ચિરાગ પાસવાને સ્પષ્ટ કર્યું કે તેમના પિતાની જેમ તેઓ ક્યારેય પણ અનામતના મુદ્દે સમાધાન નહીં કરે. હવે આ નિવેદને 2020 ની યાદ અપાવી છે.
જણાવી દઈએ કે, 202 બિહાર વિધાનસભા ચૂંટણી દરમિયાન ચિરાગ પાસવાને NDAથી અલગ થઈને સ્વતંત્ર ચૂંટણી લડી હતી.
બીજી તરફ હાલમાં જ અનામતના મુદ્દે ચિરાગ પાસવાને NDA ગઠબંધનનો ભાગ બનેલા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર કરતા અલગ નિવેદન આપ્યું છે. હવે બિહારમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે ત્યારે ચિરાગ પાસવાનના તાજેતરના નિવેદને બિહારના રાજકીય ભવિષ્ય માટે સંભવિત અસરો વિશે ચર્ચા શરૂ થઈ છે.
જણાવી દઈએ કે, ચિરાગ પાસવાનની પાર્ટી એલજેપીએ બિહારમાં આગામી વર્ષની વિધાનસભાની તૈયારીઓ તેજ કરી દીધી છે. બિહાર સિવાય LJP ઝારખંડમાં પણ ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે. ચિરાગ પાસવાન 29મી નવેમ્બરે પટનાના ગાંધી મેદાનમાં તેમની પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી કરવા જઈ રહ્યા છે, જેની જાહેરાત ચિરાગ પાસવાને આજે પટનામાં કરી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
