ચીને હાફિઝ સઈદને પાકિસ્તાનમાંથી બહાર કાઢવાનું કહ્યુ
મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હાફિઝ સઈદ માટે જે રીતે પાકિસ્તાન પર સતત આંતરરાષ્ટ્રીય દબાણ થઈ રહ્યુ છે તેના પર છેવટે ચીને પણ પાકને સૂચન કર્યુ છે.
મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હાફિઝ સઈદ માટે જે રીતે પાકિસ્તાન પર સતત આંતરરાષ્ટ્રીય દબાણ થઈ રહ્યુ છે તેના પર છેવટે ચીને પણ પાકને સૂચન કર્યુ છે. ચીને સતત વધતા આંતરરાષ્ટ્રીય દબાણ વચ્ચે પાકિસ્તાનને કહ્યુ છે કે હાફિઝ સઈદને કોઈ બીજા પશ્ચિમી એશિયાઈ દેશમાં શિફ્ટ કરવામાં આવે. નોંધનીય છે કે હાફિઝ સઈદને ઘણા આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠન સાથે સંબંધ છે જેના કારણે પાકિસ્તાન પર સતત તેની સામે કાર્યવાહી કરવા માટે દબાણ રહે છે.

10 મિનિટ સુધી હાફિઝ વિશે વાતચીત
પાકિસ્તાન અને ચીનને એકબીજાના સારા સહયોગી માનવામાં આવે છે. એટલા માટે જ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પાકિસ્તાનને સૂચન કર્યુ છે કે તે હાફિઝ સઈદને કોઈ બીજા એશિયાઈ દેશમાં શાંતિપૂર્ણ રીતે રહેવા માટે કહે. ચીન તરફથી આ મહત્વનું સૂચન પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહિદ ખાકન અબ્બાસીને ચીનના બોઆઓ ફોરમ દરમિયાન ગયા મહિને કર્યુ છે. આ દરમિયાન 35 મિનિટની બેઠક થઈ, જેમાંથી 10 મિનિટ માત્ર હાફિઝના મુદ્દા પર બંને દેશો વચ્ચે વાત થઈ.

ચીને જલ્દી ઉકેલ શોધવાનું કહ્યુ
પાક પ્રધાનમંત્રીના નજીકના સૂત્રોનું કહેવુ છે કે આ બેઠક દરમિયાન ચીનના રાષ્ટ્રપતિએ પ્રધાનમંત્રીને આ મુદ્દાનું જલ્દી સમાધાન શોધવાનું કહ્યુ છે જેનાથી હાફિઝ સઈદને હેડલાઈનથી દૂર રાખી શકાય. ત્યારબાદ જણાવવામાં આવી રહ્યુ છે કે પ્રધાનમંત્રીએ પોતાની લીગલ ટીમ પાસેથી સૂચન લીધુ છે, જો કે હજુ સુધી આ મુદ્દે સમાધાન આવી શક્યુ નથી. માનવામાં આવી રહ્યુ છે કે આ મુદ્દો હવે આગામી સરકાર દરમિયાન ઉકેલવામાં આવી શકે છે કારણકે પ્રધાનમંત્રી અબ્બાસીનો કાર્યકાળ 31 મે ના રોજ ખતમ થઈ રહ્યો છે.

હાફિઝ સઈદે અમેરિકા-ભારત પર ફોડ્યુ ઠીકરુ
તમને જણાવી દઈએ કે પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી જુલાઈના અંતમાં પ્રસ્તાવિત છે. પાકિસ્તાન સરકાર પર સતત આરોપ લાગતો આવ્યો છે કે તે આતંકી હાફિઝ સઈદની મદદ કરી રહી છે. વળી, જે રીતે હાફિઝ સઈદ સામે છેલ્લા કેટલાક દિવસોમાં કાર્યવાહી કરવામાં આવી તે બાદ હાફિઝ સઈદે કહ્યુ હતુ કે મારી સામે આ કાર્યવાહી ભારત અને અમેરિકાના દબાણમાં કરવામાં આવી રહી છે.

કોઈ મુલાકાતનો કર્યો ઈનકાર
કરાંચીમાં હાફિઝ સઈદે મંગળવારે ઈફ્તાર પાર્ટી દરમિયાન કેટલાક પત્રકારો સાથે મુલાકાત કરી. આ દરમિયાન તેણે એ માનવાનો ઈનકાર કરી દીધો કે ચીન તેની સામે આ પ્રકારની કોઈ કાર્યવાહી કરવા ઈચ્છે છે. જો કે તેણે એ વાતનો સ્વીકાર કર્યો કે ચીન સુપર પાવરની જેમ કામ કરી શકે છે અને પાકિસ્તાનને આદેશ આપી શકે છે. તેણે છેલ્લા કેટલાક દિવસોમાં સરકાર તરફથી કોઈએ પણ તેની સાથે મુલાકાત કરી હોવાનો ઈનકાર કર્યો છે.

મુંબઈ બ્લાસ્ટનો માસ્ટર માઈન્ડ
ઉલ્લેખનીય છે કે હાફિઝ સઈદને યુએન, યુએસ અને ભારતે વૈશ્વિક આતંકી ઘોષિત કરી દીધો છે અને તેના પર 5 મિલિયન ડૉલરનું નામ છે. આરોપ છે કે હાફિઝ સઈદ 2008 મુંબઈ બ્લાસ્ટનો મુખ્ય ષડયંત્રકાર છે અને આની પાછળનો બધો પ્લાન તેનો જ છે. ગયા વર્ષે પાકિસ્તાને હાફિઝ સઈદને તેના ઘરમાં જ નજરકેદ કરી દીધો હતો. નવ મહિના નજરકેદ રહ્યા બાદ લાહોર હાઈકોર્ટે તેને છોડી મૂકવાનો આદેશ આપ્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
