વિવાદિત અક્સાઈ ચીનમાં તેના ઈન્ફ્રાસ્ટ્રક્ચરનુ વિસ્તરણ કરી રહ્યુ છે ચીનઃ રિપોર્ટ
ચીન સતત ભારતીય સરહદ પાસે પોતાની તાકાત વધારવામાં લાગેલું છે. જે તાજેતરના અહેવાલો સામે આવ્યા છે તે મુજબ ચીન વિવાદિત અક્સાઈ ચીન વિસ્તારમાં પોતાની સેનાની મદદ માટે રસ્તાઓ, ચોકીઓ, કેમ્પ વગેરેનું નિર્માણ કરી રહ્યું છે.
બ્રિટિશ થિંક ટેંક ચૅથમ હાઉસ દ્વારા જાહેર કરવામાં આવેલા લેટેસ્ટ રિપોર્ટ અનુસાર ઓક્ટોબર 2022 પછી છેલ્લા છ મહિનામાં લેવામાં આવેલી સેટેલાઇટ તસવીરો એ વાતની પુષ્ટિ કરે છે કે ચીન દ્વારા ખૂબ જ ઝડપથી નિર્માણ કાર્ય કરવામાં આવી રહ્યુ છે.

આ બાંધકામ એલએસી પર કરવામાં આવી રહ્યુ છે. મે 2020માં ભારત અને ચીનની સેના વચ્ચે થયેલી અથડામણ બાદ ચીન આ વિસ્તારમાં પોતાની તાકાત વધારવા માટે સતત કામ કરી રહ્યું છે. અક્સાઈ ચીનની સેટેલાઇટ તસવીરો દર્શાવે છે કે ચીને એક રોડ, ચોકીઓ અને આધુનિક વોટરપ્રૂફ કેમ્પ, પાર્કિંગ સુવિધાઓ, સોલાર પેનલ્સ અને હેલિપેડ પણ બનાવ્યા છે.
વિવાદિત વિસ્તારમાં એક નવું હેલીપોર્ટ બનાવવામાં આવ્યું છે, જે અક્સાઈ ચીન તળાવની નજીક છે જે ફ્રન્ટલાઈનથી થોડું દૂર છે. આ જગ્યાએ 18 હેંગર, ટૂંકા રનવે છે, જેનો ઉપયોગ હેલિકોપ્ટર, ડ્રોન વગેરે માટે કરવામાં આવશે, જે અક્સાઈ ચીનની નજીક ચીનની ઓપરેશનલ ક્ષમતામાં ઘણો વધારો કરે છે.
ભારત અને ચીન વચ્ચે જે રીતે સીમા વિવાદ થયો અને બંને સેનાઓ વચ્ચે અથડામણ થઈ, તે પછી ભારત અને ચીનના સંબંધો છેલ્લા 6 દાયકામાં સૌથી નીચલા સ્તરે પહોંચી ગયા છે. ગલવાન ઘાટીમાં થયેલી અથડામણમાં 20 ભારતીય જવાનો શહીદ થયા હતા. ભારત તરફથી એવું કહેવામાં આવ્યું હતું કે જ્યાં સુધી અસામાન્ય પરિસ્થિતિઓનું નિરાકરણ ન આવે ત્યાં સુધી સંબંધો સામાન્ય નહીં થઈ શકે.
દેસપસાંગમાં પણ ચીનની ગતિવિધિઓ નોંધપાત્ર રીતે વધી છે. લદ્દાખ સેક્ટરની નજીક એલએસી પર ચીનની ગતિવિધિઓ પણ ઝડપથી વધી છે. ચીનની સેના દ્વારા અહીં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે જેથી ભારત પર દબાણ સર્જાય અને ભારત દ્વારા અહીં કરવામાં આવી રહેલા કામમાં અવરોધ ઊભો કરી શકાય. વાસ્તવમાં ભારત અહીં દૌલત બેગ ઓલ્ડી એરસ્ટ્રીપ તૈયાર કરી રહ્યુ છે. તે વિશ્વની સૌથી ઊંચી એરસ્ટ્રીપ છે.
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ





Click it and Unblock the Notifications
