મુખ્યમંત્રી યોગીએ લોન્ચ કરી UP Rahi App, જાણો શું મળશે સુવિધા?
UP Rahi App : ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શનિવારના રોજ પરિવહન વિભાગની નવી એપ લોન્ચ કરી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બસોને લીલી ઝંડી દેખાડી પ્રસ્થાન કરાવ્યું હતું.
UP Rahi App : ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શનિવારના રોજ ટિકિટ બુકિંગ અને મુસાફરોનો રિસ્પોન્સ માટે મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરી હતી. જેનું નામ UP Rahi App છે. આ એપ દ્વારા પ્રવાસીને પોતાની મુસાફરી માટે બસ ટિકિટ બુક કરવા, ઓનલાઇન પેમેન્ટ કરવા અને પ્રવાસ બાબતે પોતાની પ્રતિક્રિયા આપવાની સુવિધા આપશે. UP Rahi App ગુગલ પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકાશે. જે અંગેજી અને હિન્દી ભાષામાં ઉપલબ્ધ છે.

આ સુવિધાઓ એપ પર ઉપલબ્ધ હશે
રજિસ્ટર્ડ ગ્રાહકને આઈડી અને પાસવર્ડ મળશે. મુસાફરો એપ પર પોતાની પ્રોફાઇલ પણ બનાવી શકે છે. એપ મુસાફરોને ટિકિટ ખરીદવા માટે QR કોડ, UPI, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને અન્ય ડિજિટલ ચુકવણી પદ્ધતિઓનો ઉપયોગ કરવા દેશે. એકવાર ટિકિટ બુક થઈ જાય બાદ, મુસાફરો મુસાફરી દરમિયાન ચેકિંગ ક્રૂને એપ પર ટિકિટની પ્રિન્ટ-આઉટ અથવા બુકિંગ સ્ટેટસ દર્શાવી શકે છે.
ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ એપ દ્વારા મુસાફરો પાસેથી ફીડબેક લેશે
કુમારે જણાવ્યું હતું કે, આ એપ મુસાફરોને દસ પોઈન્ટ પર તેમનો પ્રતિભાવ શેર કરવાની મંજૂરી આપશે. જેમ કે ડ્રાઈવર કે કંડક્ટરનું વર્તન, બસની સ્થિતિ અને અન્ય બાબકોનો ફીડબેક સીધો અધિકારીઓ સુધી પહોંચશે. આ સાથે તેમના સૂચનો અમને અમારી સેવાઓ સુધારવાની તક આપશે.
એપની મદદથી ટ્રાવેલ પ્લાનિંગ કરી શકાય છે
એપ્લિકેશનમાં કેટલીક વધારાની સુવિધાઓ પણ છે, જેમ કે મુસાફરો એપ્લિકેશન પર તેમના ભૂતકાળના બુકિંગને ટ્રેક કરી શકે છે, અને તે ટિકિટ બુક કરતી વખતે ગ્રાહકોને રૂટ પર ઉપલબ્ધ વિવિધ કેટેગરીની બસો બતાવશે. કોઈપણ સહાયતા માટે, મુસાફરો એપ્લિકેશનના સપોર્ટ ફીચરનો ઉપયોગ કરી શકે છે. ભવિષ્યમાં એપ મુસાફરોને તેમની મુસાફરીની યોજના બનાવવામાં પણ મદદ કરશે.
प्रदेश में यात्री सुविधाओं को और अधिक सुगम बनाने हेतु आज लखनऊ में नई राजधानी व सामान्य बसों को हरी झंडी दिखाई।
— Yogi Adityanath (@myogiadityanath) March 4, 2023
इस अवसर पर ऑनलाइन रिजर्वेशन एप 'UP-RAAHI' का लोकार्पण तथा @UPSRTCHQ के 50वें स्वर्णिम वर्ष पर आधारित विशेष आवरण व विरूपण का अनावरण भी हुआ।
सभी प्रदेश वासियों को बधाई! pic.twitter.com/ncWKYZKMYJ
દેશ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે
આ પ્રસંગે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે, દેશ આઝાદીના અમૃત મહોત્સવનું પ્રથમ વર્ષ ઉજવી રહ્યો છે. આ ઐતિહાસિક સમયગાળામાં દેશ આગામી 25 વર્ષની સફર, સંકલ્પો અને જુસ્સા સાથે આગળ વધવાનો છે. પ્રથમ વર્ષમાં ઉત્તર પ્રદેશ પરિવહન નિગમ તેની સ્થાપનાના 50 સુવર્ણ વર્ષ પૂર્ણ કર્યા બાદ એક નવી ભવ્ય યાત્રા માટે કામ કરી રહ્યું છે.
પરિવહન વિભાગના કાફલામાં નવી બસો જોડાઈ
મુખ્યમંત્રી યોગીએ જણાવ્યું હતું કે, ઉત્તર પ્રદેશ રાજ્ય માર્ગ પરિવહન નિગમ રાજ્યના 25 કરોડ લોકોને સરળ મુસાફરી પ્રદાન કરવા સાથે હોળી પહેલા નવી બસો ઉમેરી રહ્યું છે. વાહન વ્યવહાર નિગમનો આ સારો પ્રયાસ છે. સરળ બસ સેવા માટે રાજ્ય સરકાર પરિવહન નિગમને સહકાર આપશે.
યોગીએ નવી બસોને લીલી ઝંડી બતાવી
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ શનિવારના રોજ તેમના સત્તાવાર નિવાસસ્થાન પર ઉત્તર પ્રદેશ રાજ્ય માર્ગ પરિવહન નિગમની નવી સેવાઓના પ્રારંભ પ્રસંગે આયોજિત એક કાર્યક્રમમાં તેમના વિચારો વ્યક્ત કરી રહ્યા હતા. તેમણે 76 નવી રાજધાની સેવા બસો અને 39 નવી સામાન્ય સેવા બસોને લીલી ઝંડી બતાવી હતી. તેમણે ઓનલાઈન રિઝર્વેશન અને પેસેન્જર ફીડબેક એપ 'UP રાહી' લોન્ચ કરી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
