જ્યોર્જ સોરોસના નિવેદન મુદ્દે ચિદમ્બરમના સરકારને સવાલ, કહ્યું- શું મોદી સરકાર આટલી કમજોર છે?
પી ચિદમ્બરમે જ્યોર્જ સોરોસ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને ભારતમાં લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારને તોડી પાડવાનો પ્રયાસ તરીકે લેબલ કરવી એ બાલિશ પ્રતિક્રિયા ગણાવી છે.
નવી દિલ્હી : પૂર્વ નાણામંત્રી ચિદમ્બરમે જ્યોર્જ સોરોસના નિવેદનને ગંભીરતાથી ન લેવાની વકિલાત કરી છે. તેમણે ભાજપની આક્રમક પ્રતિક્રિયાને બાલિશ ગણાવતા પૂછ્યું કે, શું મોદી સરકાર એટલી નબળી છે કે તે 92 વર્ષના રોકાણકારના અજીબોગરીબ નિવેદનને કારણે પડી જશે? અહીં તમને જણાવી દઈએ કે જ્યોર્જ સોરોસે અબજોપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને લઈને પીએમ મોદી પર આરોપ લગાવ્યા હતા.

પુર્વ નાણાંમંત્રી પી ચિદમ્બરમે કહ્યું કે, જ્યોર્જ સોરોસ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને ભારતમાં લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારને તોડી પાડવાનો પ્રયાસ તરીકે લેબલ કરવી એ બાલિશ નિવેદન છે. તેમણે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે શું મોદી સરકાર એટલી નબળી છે કે તેને 92 વર્ષીય શ્રીમંત વિદેશી નાગરિકના ભટકાયેલા નિવેદન દ્વારા પાડી શકાય?
ચિદમ્બરમે એક પછી એક ટ્વિટ કરીને જણાવ્યુ કે, મને ખબર ન હતી કે મોદી સરકાર એટલી નબળી છે કે તેને 92 વર્ષના ધનિક વિદેશી નાગરિકના નિવેદનથી પાડી શકાય છે. તેમણે આક્ષેપ કર્યો કે, મોદી સરકારની નીતિઓએ સ્પર્ધા શરૂ કરવાને બદલે અલીગાર્કીનું નિર્માણ કર્યું છે.
I did not agree with most of what George Soros had said in the past and I do not agree with most of what he says now
— P. Chidambaram (@PChidambaram_IN) February 18, 2023
But to label his remarks as an "attempt to topple the democratically elected government in India" is a puerile statement
ચિદમ્બરમે જ્યોર્જ સોરોસની વાતો સાથે અસહમત થતા કહ્યું કે, તેમાંથી હું અસંમત છું, પરંતુ તેમની ટિપ્પણીને ભારતમાં લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારને તોડી પાડવાનો પ્રયાસ તરીકે લેબલ કરવી બાલિશ છે. તેમણે ભાજપને અવગણના કરવાની સલાહ આપી.
92 વર્ષીય જ્યોર્જ સોરોસે એક ટિપ્પણીમાં કહ્યું હતું કે, ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના બિઝનેસ સામ્રાજ્યમાં ઉથલપાથલ ભારતમાં લોકતાંત્રિક પુનરુત્થાનના દરવાજા ખોલી શકે છે. આ અંગે કોંગ્રેસે શુક્રવારે કહ્યું કે, અદાણી મુદ્દો દેશમાં લોકતાંત્રિક પુનરુત્થાનને વેગ આપશે કે કેમ તે સંપૂર્ણપણે જૂની પાર્ટી અને અન્ય વિરોધ પક્ષો પર નિર્ભર છે અને તેને અબજોપતિ રોકાણકાર જ્યોર્જ સોરોસ સાથે કોઈ લેવાદેવા નથી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
