દાઉદ બાદ હવે છોટા શકીલનો પુત્ર મુબશ્શિર શેખ બન્યો મૌલાના
ઈન્ડિયાના મોસ્ટ વોન્ટેડ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમના નજીકના જાસૂસ ગણાતા છોટા શકીલના એકના એક પુત્ર વિશે સમાચાર આવ્યા છે કે તેણે અધ્યાત્મનો રસ્તો અપનાવી લીધો છે.
ઈન્ડિયાના મોસ્ટ વોન્ટેડ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમના નજીકના જાસૂસ ગણાતા છોટા શકીલના એકના એક પુત્ર વિશે સમાચાર આવ્યા છે કે તેણે અધ્યાત્મનો રસ્તો અપનાવી લીધો છે. સમાચાર છે કે માફિયાનો પુત્ર મુબશ્શિર શેખ જેની ઉંમર 18 વર્ષ છે તે કરાંચીમાં હાફિઝ-એ-કુરાન બની ગયો છે. તમને જણાવી દઈએ કે 'હાફિઝ-એ-કુરાન' તેને કહેવામાં આવે છે જેને આખુ કુરાન મોઢે યાદ હોય, કુરાનમાં 6,236 આયતો શામેલ છે.

છોટા શકીલના સંબંધી ચોંકી ગયા
શકીલના પુત્ર વિશે આ વાત સાંભળીને મુંબઈમાં રહેતા તેમના સંબંધીઓને ઝટકો લાગ્યો છે. ઉલ્લેખનીય છે કે એક વર્ષ પહેલા જ દાઉદના પુત્ર મોઈન વિશે સમાચાર આવ્યા હતા કે તેણે પણ અધ્યાત્મનો રસ્તો અપનાવી લીધો હતો. મોઈનની જેમ મુબશ્શિર ઉપરાંત છોટા શકીલની બે પુત્રીઓ જોયા અને અનમ છે જેમણે કરાંચીમાં જ ડૉક્ટરો સાથે લગ્ન કર્યા છે.

દાઉદ અને છોટા શકિલનો ગાઢ સંબંધ
તમને જણાવી દઈએ કે ગયા વર્ષે એવા સમાચાર આવ્યા હતા કે દાઉદ અને છોટા શકીલ વચ્ચે બધુ બરાબર નથી ચાલી રહ્યુ. બંનેના રસ્તા અલગ થઈ ગયા છે. જેના પર છોટા શકીલે મેલ ટુડે સાથે ફોન પર વાત કરીને નિવેદન આપ્યુ હતુ કે તે અને દાઉદભાઈ ક્યારેય અલગ ના થઈ શકીએ. જે પણ વાતો ચાલી રહી છે તે કોરી અફવાઓ છે. દાઉદભાઈ ક્યારેય રિટાયર નહિ થાય. તેમની જગ્યા કોઈ નહિ લઈ શકે. તે અમારા બોસ છે અને હંમેશા રહેશે.

છોટા શકીલે કહ્યુ હતુ કે દાઉદ ભાઈ એકદમ તંદુરસ્ત છે...
દાઉદના ખરાબ સ્વાસ્થ્યના સમાચારો વિશે પણ છોટા શકીલે કહ્યુ હતુ કે દાઉદ ભાઈ એકદમ તંદુરસ્ત છે. મીડિયામાં આ જૂઠ ફેલાવવામાં આવી રહ્યુ છે તે બિમાર છે અને નબળા થઈ ગયા છે. દાઉદનો 99 ટકા સમય માત્ર બિઝનેસમાં જાય છે અને 1 ટકા સમય અમે એ લોકોને સબક શીખવાડવામાં ખર્ચીએ છીએ જે અમારા રસ્તામાં વિક્ષેપ પાડે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
