સીઆરપીએફ જવાને 5 સાથીઓને ગોળી મારી, 4ના મોત
દંતેવાડા, 25 ડિસેમ્બરઃ છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં કેન્દ્રિય રિજર્વ પોલસી બળ(સીઆરપીએફ)ના જવાને સુતી વખતે પોતાના સાથીઓ પર ગોળીબાર કર્યો. આ ઘટનામાં ચાર જવાનોનું મોત નિપજ્યું છે જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર જિલ્લા મુખ્યાલયથી લગભગ 65 કિમી દૂર અરનપુર ગામ સ્થિત સીઆરપીએફમાં 111મી બટાલિયન એફ કંપનીના જવાન દીપ કુમાર તિવારીએ પાંચ જવાનોને ગોળી મારી હતી. ઘટના સ્થળે જ ચાર જવાનોનું મોત નિપજ્યું હતું જ્યારે એક ઇજાગ્રસ્ત થયો હતો.
સોમવારે રાત્રે લગભગ 12 વાગ્યે સીઆરપીએફ જવાનો ખાવાનું ખાઇને પોતાના બેરેકમાં સુઇ રહ્યાં હતા, તે દરમિયાન દીપ કુમાર બહાર ફરી રહ્યો હતો, અચાનક દીપ કુમારે બાજુમાં સુઇ રહેલા જવાનો પર ફાઇરિંગ કરી દીધું હતું. ઘાયલ જવાનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
અચાનક થયેલા ગોળીબારનો અવાજ સાંભળીને અન્ય જવાન ઉઠી ગયા અને તેમણે દીપને પકડી લીધો. અધિકારી અને કેમ્પમાં ઉપસ્થિત ચિકિત્સક ત્યાં પહોંચી ગયા. પોલીસના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે પૂછપરછ દરમિયાન આરોપી દીપ કુમારે કહ્યું કે , છેલ્લા ઘણા દિવસથી તેની સ્વાસ્થ્ય સારું નથી, રાત્રે જ્યારે બધા જવાનો સુઇ રહ્યા હતા ત્યારે તેની માનસીક સ્થિતિ કથળી હતી અને તેણે ફાયરિંગ કર્યું હતું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
