ચોર છે ચેતન ભગત, ચોરી કરી છે 'હાફ ગર્લફ્રેંડ'
નવી દિલ્હી, 24 નવેમ્બર: ફરી એકવાર જ્યાં યુવા દિલોની ધડકન અને યુવાનોના ફેવરિટ લેખક ચેતન ભગત વિવાદોમાં છે. કારણ એ છે કે તેમની નવી નોવેલ 'હાફ ગર્લફ્રેંડ'. આ પુસ્તકના માધ્યમથી જ્યાં ફરી એકવાર ચેતન ભગત લોકોની જીભ પર છવાઇ ગયા છે તો બીજી તરફ બિહારના એક વ્યક્તિએ ચેતન ભગત પર ચોરીનો આરોપ લગાવી દિધો છે.
બિહારના રહેવાસી પટનાના ઇગ્લિંશ સ્પીકિંગ ઇન્સ્ટિટ્યૂટ બ્રિટિશ લિંગુઆના ડારેક્ટર બીરબલ ઝાએ ચેતન ભગત પર આરોપ લગાવ્યો છે કે તેમણ્બે તેમની કહાણીને ચોરીને 'હાફ ગર્લફ્રેંડ'નું નામ આપી અને લાખો રૂપિયા કમાઇ રહ્યાં છે. બીરબલે કહ્યું કે ' 'હાફ ગર્લફ્રેંડ'ની કહાણી એકદમ તેમના નાટક 'ઇંગલિશિયા બોલી'ની છે.

બીરબલ ઝાએ એમપણ કહ્યું કે ચેતન ભગત તેમને સારી રીતે જાણે છે અને તે થોડા સમય પહેલાં તેમના ઇન્સ્ટિટ્યૂટ બ્રિટિશ લિંગુઆ પણ આવ્યા હતા અને મેં જ તેમને મારું પુસ્તક ભેટ આપ્યું હતું પરંતુ ત્યારે મને એ ખબર ન હતી કે તે મારી જ વાર્તા ચોરી લેશે. તે ખૂબ મોટા ચોર નિકળ્યા. જો કે ચેતન ભગતે આ આરોપોને નકારી કાઢ્યા છે પરંતુ બીરબલ ઝાનું કહેવું છે કે તે તેના માટે ચેતન ભગતને કોર્ટમાં ઘસેડશે.
અત્રે ઉલ્લેખનીય છે બિહારમાં ઘણા દિવસોથી 'હાફ ગર્લફ્રેંડ' લઇને હોબાળો મચેલો છે આ પહેલાં ડુમરાંવ ગામના લોકો ચેતન ભગતથી એટલા માટે નારાજ હતા કારણ કે ચેતન ભગતે પોતાના ઉપન્યાસમાં ડુમરાંવના શાહી ખાનદાનને ટાર્ગેટ બનાવ્યો છે. એટલા માટે ગુસ્સે ભરાયેલા લોકોએ ચેતન ભગતનું પૂતળું સળગાવ્યું હતું અને તેમના ઉપન્યાસને પણ આગ ચાંપી હતી.
તમને જણાવી દઇએ કે ચેતન ભગતની નવી નોવેલ 'હાફ ગર્લફ્રેંડ એક બિહારી છોકરા અને શહેરની છોકરીની પ્રેમ કહાણી છે. છોકરાને અંગ્રેજી આવડતું નથી પરંતુ તેમછતાં પણ પોતાની તૂટીફૂટી અંગ્રેજી અને સાદગીથી તે શહેરીને છોકરીનું દિલ જીતી લે છે.
એટલા માટે અત્યારે માર્કેટમાં ચેતન ભગતની નોવેલ 'હાફ ગર્લફ્રેંડ'ની જોરદાર માંગ છે. આ નોવેલ પર મોહિત સૂરી ફિલ્મ બનાવવા જઇ રહ્યાં છે જેના માટે તે હાલમાં હિરોઇન શોધી રહ્યાં છે.












Click it and Unblock the Notifications
