Chenab Rail Bridge : દુનિયાના સૌથી ઉંચા રેલ્વે બ્રિજ પર 735 મીટર લાંબો તિરંગો લહેરાવાયો, જુઓ વીડિયો
ભારતના સ્વતંત્રતા દિવસની ઉજવણી શરૂ થઈ ગઈ છે. આ ઉજવણીના ભાગ રૂપે દુનિયાના સૌથી ઉંચા બ્રિજ પર 735 મીટર લાંબો તિરંગો લહેરાવાયો છે.
જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લામાં વિશ્વના સૌથી ઊંચા રેલ્વે બ્રિજ પર આ 735 મીટર લાંબો તિરંગો ફરકાવવામાં આવ્યો છે. આ ત્રિરંગો મંગળવારે રિયાસીમાં તૈનાત ડેપ્યુટી કમિશનર અને વરિષ્ઠ પોલીસ અધિક્ષક દ્વારા ફરકાવવામાં આવ્યો.

ચેનાબ રેલ્વે બ્રિજ ચિનાબ નદી ઉપર લગભગ 359 મીટર ઊંચાઈ પર સ્થિત છે, તેને વિશ્વનો સૌથી ઉંચો રેલ્વે પુલ માનવામાં આવે છે. આ એફિલ ટાવરની ઊંચાઈ કરતાં અંદાજે 35 મીટર વધારે છે.
આ પ્રસંગે રિયાસી ડીસી સ્પેશિયલ પોલ મહાજને જણાવ્યું કે, વિશ્વને આપણા દેશ પ્રત્યેનો પ્રેમ બતાવવા વિશ્વના સૌથી ઊંચા રેલ્વે બ્રિજ પર આ ત્રિરંગો પ્રદર્શિત કરવામાં આવ્યો છે.
ચેનાબ રેલ્વે બ્રિજ સ્ટીલ અને કોંક્રીટનો કમાન પુલ છે જે સિંગલ ટ્રેક રેલ્વે લાઇન વહન કરે છે અને તે રિયાસી જિલ્લામાં બક્કલ અને કૌરી વચ્ચે આવેલો છે.
બીજી તરફ પ્રસાશને 78મા સ્વતંત્રતા દિવસ પહેલા જમ્મુ-શ્રીનગર હાઈવે પર વાહનોના ચેકિંગ સહિત સુરક્ષા સઘન બનાવી છે. સુરક્ષા કર્મચારીઓ સલામત અને સુચારૂ કામગીરી સુનિશ્ચિત કરવા તપાસ કરી રહ્યાં છે.
#WATCH | Reasi, J&K: Tiranga rally was taken out with a 750 m long tricolour, on the World's highest railway bridge on Chenab river ahead of Independence Day. pic.twitter.com/za0LuOqpyc
— ANI (@ANI) August 13, 2024
જણાવી દઈએ કે, સ્વતંત્રતા દિવસના ઉપક્રમે હર ઘર તિરંગા અભિયાન શરૂ કરાઈ છે. આ આઝાદી કા અમૃત મહોત્સવ પહેલનો એક ભાગ છે. તે 2021 માં લોકોને ભારતની 75મી સ્વતંત્રતાની ઉજવણી માટે ત્રિરંગો ઘરે લાવવા અને તેને ઉડાવવા માટે પ્રોત્સાહિત કરવા માટે શરૂ કરવામાં આવ્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
