Chandrayaan 3: ચંદ્ર પર ઉતર્યા બાદ "વિક્રમ લેન્ડર" અને "પ્રજ્ઞાન રોવર"નુ શું હશે કામ?
વિશ્વભરના વૈજ્ઞાનિકો ચંદ્રયાન 3ના લેન્ડર મોડ્યુલના ચંદ્રની સપાટી પર નીચે આવવાની રાહ જોઈ રહ્યા છે. પરંતુ, ઈસરોના વૈજ્ઞાનિકોની રાહ અહીં ખતમ થવાનો નથી. લેન્ડર વિક્રમના સોફ્ટ લેન્ડિંગ સાથે તેનું અડધું જ કામ પૂર્ણ થશે. ઈસરોમાં ચંદ્રયાન 3 મિશનના વૈજ્ઞાનિકોનું વાસ્તવિક કામ આ પછી શરૂ થવાનું છે.
લેન્ડિંગ પછી ઈસરોના વૈજ્ઞાનિકો એક ચંદ્ર દિવસમાં (1 ચંદ્ર દિવસ એટલે કે 14 પૃથ્વી દિવસની બરાબર) રોવર 'પ્રજ્ઞાન'ની વ્યસ્ત પ્રવૃત્તિઓ પર નજર રાખશે. લેન્ડિંગ પછી તેઓએ ચંદ્ર પર મોકલવામાં આવેલા પાંચ પેલોડ્સ (3 લેન્ડર, 2 રોવર સાથે) સાથે જોડાયેલા સાધનોમાંથી મોટી માત્રામાં ડેટાનું વિશ્લેષણ કરવું પડશે.

જ્યારે લેન્ડર 'વિક્રમ' ચંદ્રની સપાટી પર ઉતરશે થોડા સમય પછી તેની એક બાજુની પેનલ ખુલશે. આ રોવર 'પ્રજ્ઞાન' માટે રેમ્પ બનાવશે. લગભગ 4 કલાક પછી, 6 પૈડાવાળું રોવર પ્રજ્ઞાન લેન્ડરમાંથી બહાર આવશે અને ચંદ્રની સપાટી પર ઉતરવાનું શરૂ કરશે. પ્રજ્ઞાન પર ત્રિરંગો અને ઈસરોનો લોગો લગાવવામાં આવશે, જેનું દર્શન દરેક ભારતીય માટે ગર્વની ક્ષણ હશે.
રોવર પ્રજ્ઞાન 1 સેન્ટિમીટર પ્રતિ સેકન્ડની ઝડપે આગળ વધશે, જેના પર નેવિગેશન કેમેરા ચંદ્રની આસપાસના વિસ્તારોને સ્કેન કરતા રહેશે. રોવર પ્રજ્ઞાન ચંદ્રની ધરતી પર ભારતીય ત્રિરંગો રોપશે અને ISROનો 'લોગો' છાપીને ચંદ્રની સપાટી પર ભારતની ઐતિહાસિક હાજરીને ચિહ્નિત કરશે.
રોવર પ્રજ્ઞાન શું કરશે?
રોવર પર સ્થાપિત પેલોડ્સ ચંદ્રની સપાટીથી સંબંધિત ડેટા પ્રદાન કરશે. રોવર ચંદ્રના વાતાવરણની મૂળ રચના સાથે સંબંધિત ડેટા એકત્રિત કરશે અને તેને લેન્ડર વિક્રમને મોકલશે.
વિક્રમ લેન્ડર શું કરશે?
લેન્ડર વિક્રમ તેના ત્રણ પેલોડ્સ સાથે ચંદ્રની આસપાસની સપાટીની પ્લાઝ્મા (આયન અને ઇલેક્ટ્રોન) ઘનતાને માપશે. તે ચંદ્રની સપાટીના થર્મલ ગુણધર્મોને પણ માપશે. આ સાથે, તે લેન્ડિંગ સાઇટની આસપાસના સ્થળની ભૂકંપ જેવી પ્રવૃત્તિઓનું મૂલ્યાંકન અથવા માપન પણ કરશે. એટલું જ નહીં, તે તેના ચંદ્રના પોપડા અને આવરણની રચનાની રૂપરેખા પણ આપશે.
સૌર-સંચાલિત લેન્ડર અને રોવર પાસે ચંદ્ર વાતાવરણનો અભ્યાસ કરવા માટે લગભગ બે અઠવાડિયા (એક ચંદ્ર દિવસ) હશે. કારણ કે, આ પછી અહીં ખૂબ જ ઠંડી ગાઢ અંધારી રાત હશે. રોવર પ્રજ્ઞાન ફક્ત લેન્ડર વિક્રમ સાથે જ વાતચીત કરી શકશે, જ્યારે લેન્ડર વિક્રમનો સંપર્ક સીધો પૃથ્વી સાથે જોડાયેલો હશે.
જો કે, રોવર પ્રજ્ઞાન 14 પૃથ્વી દિવસોમાં એટલે કે એક ચંદ્ર દિવસમાં કેટલું અંતર કાપશે તેનો અંદાજ લગાવવો હજુ શક્ય નથી. ISROના અધ્યક્ષ એસ સોમનાથે TOIને જણાવ્યું હતું કે, "રોવર દ્વારા 14 પૃથ્વી દિવસના સમયગાળામાં કવર કરવામાં આવેલ વાસ્તવિક અંતરનો હવે અંદાજ લગાવી શકાય તેમ નથી. કારણ કે, તે વિવિધ બાબતો (વૈજ્ઞાનિક ગણતરીઓ)ના આધારે નક્કી કરવામાં આવશે.
'ચંદ્રયાન 3 ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ગયું છે. આ વિસ્તારમાં, લેન્ડર અને રોવર બીજા ચંદ્ર દિવસ (એટલે કે પૃથ્વીના 14 દિવસ પછી) માં પણ જીવિત રહી શકે છે, તે ત્યારે જ શક્ય છે જો તેઓ તે વિસ્તારમાં સંપૂર્ણ ચંદ્ર રાત્રિને સુરક્ષિત રીતે પસાર કરી શકે, જે માઈનસ 238 ડિગ્રી હશે. ઈસરોના ચેરમેનના મતે, એવી શક્યતાને નકારી શકાય નહીં કે વિક્રમ અને પ્રજ્ઞાન બંને આગામી ચંદ્ર દિવસે પણ જીવિત હશે.












Click it and Unblock the Notifications
