Chandrayaan 3 : 6 વ્હિલ સાથે 27 કિલો વજન, જાણો રોવર પ્રજ્ઞાન સાથે જોડાયેલી ખાસ વાતો
Chandrayaan 3 : આજે ભારત માટે ઘણો ખાસ દિવસ છે. ભારત ચંદ્રયાન 3 લોન્ચ કરીને ઇતિહાસ રચવા જઇ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ચંદ્રયાન 3 શુક્રવારના રોજ બપોરે 2 કલાકે 35 મીનિટ પર શ્રીહરિકોટાના સતીશ ધવન સેન્ટરથી લોન્ચ કરવામાં આવશે.
ભારત સહિત સમગ્ર વિશ્વ આ મિશન પર પોતાની નજરો જમાવીને બેઠું છે, કારણ કે જો આજે ઈસરોનું આ મિશન પૂરુ થાય છે, તો આવું કરનારો ભારત વિશ્વનો ચોથો દેશ બની જશે. આ પહેલા અમેરિકા રશિયા અને ચીન આ કમાલ કરી ચુક્યા છે. ( What is Rover Pragyan )

ત્રણ ભાગમાં વહેંચાયેલું છે ચંદ્રયાન 3
- પ્રોપલ્શન મોડ્યુલ
- લેન્ડર મોડ્યુલ
- રોવર
ઉલ્લેખનીય છે કે, આ અંતર્ગત ચંદ્રયાન-3 લોન્ચ થતાની સાથે જ પ્રોપલ્શન મોડ્યુલ લેન્ડર અને રોવરને ચંદ્રની ભ્રમણકક્ષામાં લગભગ 100 કિમી ઉપરની જગ્યા પર છોડી દેશે અને જે બાદ તે સંપર્ક જાળવી રાખવા માટે સતત પરિભ્રમણ કરશે.
ચંદ્રના દક્ષિણ ધ્રુવ વિશે મળશે માહિતી
જમીન પર લેન્ડિંગ થતાંની સાથે જ રોવરને લેન્ડરથી ચંદ્રના દક્ષિણ વિસ્તારમાં ઉતારી દેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચવાનો અને તે સપાટીનો વિગતવાર અભ્યાસ કરવાનો છે.
- કેમ રાખવામાં આવ્યું રોવરનું નામ 'પ્રજ્ઞાન'?
- અત્રે ઉલ્લેખનીય છે કે, વૈજ્ઞાનિકોએ રોવરનું નામ ચંદ્રયાન 2 જેવું 'પ્રજ્ઞાન' રાખ્યું છે, આ વખતે તેની પાછળ પણ એક ખાસ કારણ છે.
- 'પ્રજ્ઞાન' શબ્દની ઉત્પત્તિ સંસ્કૃત ભાષાના શબ્દ પરથી થઈ છે. પ્રજ્ઞાન એટલે બુદ્ધિશાળી અથવા જ્ઞાની.
- 'પ્રજ્ઞાન'નું વજન 27 કિલો છે અને તે સૌર ઉર્જા પર જ ચાલશે.
- આ એક રોબોટિક વાહન છે, જેમાં 6 પૈડા જોડાયેલા છે.
- 'પ્રજ્ઞાન' 500 મીટર દોડી શકે છે અને તેનો સંદેશાવ્યવહાર ફક્ત લેન્ડરથી જ થઈ શકે છે.
- આ રોવર 50 Wની ઇલેક્ટ્રિક પાવર જનરેટ કરવાની શક્તિ ધરાવે છે.
- તે એક લુનર ડે એટલે કે એક ચંદ્ર દિવસ સુધી કામ કરી શકે છે.
- ઉલ્લેખનીય છે કે, એક ચંદ્ર દિવસ 14 પૃથ્વી દિવસો બરાબર છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
