Chandrayaan 3 : ચંદ્રયાનની સફળતા માટે રાહુલ ગાંધીએ વૈજ્ઞાનિકોને અભિનંદન આપ્યા, કોંગ્રેસે નહેરૂને યાદ કર્યા
ભારતના ચંદ્રયાન 3 મિશનની સફળતાથી દુનિયાભરમાં રહેતા ભારતીયોમાં ખુશીનો માહોલ છે. ઈસરોના વૈજ્ઞાનિકો પર અભિનંદનની વર્ષા થઈ રહી છે ત્યારે ભારતની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસ અને રાહુલ ગાંધીએ પણ વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા છે.
રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને જણાવ્યુ કે, ટીમ ઈસરોને આજની ઉપલબ્ધિ માટે અભિનંદન. ચંદ્રના અજાણ્યા દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન 3 નું સોફ્ટ લેન્ડિંગ એ આપણા વૈજ્ઞાનિક સમુદાયની દાયકાઓના જબરદસ્ત ચાતુર્ય અને સખત મહેનતનું પરિણામ છે. 1962 થી ભારતનો અવકાશ કાર્યક્રમ નવી ઊંચાઈઓ સર કરી રહ્યો છે અને યુવા સ્વપ્ન જોનારાઓની પેઢીઓને પ્રેરણા આપી રહ્યો છે.

બીજી તરફ કોંગ્રેસે કોંગ્રેસે ટ્વિટ કરીને જણાવ્યુ કે, ચંદ્રની સપાટી પર ચંદ્રયાન-3ના સફળ ઉતરાણ પર ઈસરો સહિત તમામ દેશવાસીઓને અભિનંદન. ભવિષ્યમાં અવકાશ સંશોધનની જરૂરિયાત જોઈને પંડિત નેહરુએ ઈસરોનો પાયો નાખ્યો હતો. તેમની દીર્ઘદ્રષ્ટિનું જ પરિણામ છે કે આજે ભારત સમગ્ર વિશ્વમાં અવકાશ સંશોધન ક્ષેત્રે નવા રેકોર્ડ બનાવી રહ્યું છે.
કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ પણ વૈજ્ઞાનિકોને અભિનંદન આપતા લખ્યુ કે, ભારતનો સ્પેસ પ્રોગ્રામ 1962માં શરૂ થયો હતો, તેણે આજે ચંદ્રયાન 3ના રૂપમાં એક નવી ઊંચાઈ સ્થાપિત કરી છે. ભારતીય અવકાશ કાર્યક્રમની આ ભવ્ય યાત્રા પર આજે સમગ્ર દેશ ગર્વ અનુભવી રહ્યો છે. તમામ દેશવાસીઓ માટે આ ખુશીની ક્ષણ છે. તમામ વૈજ્ઞાનિકો અને દેશવાસીઓને અભિનંદન અને શુભેચ્છાઓ. જય હિન્દ. જય ભારત.
બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યુ કે, ચંદ્રયાન-3ની સફળતા તમામ ભારતીયની સામૂહિક સફળતા છે. પાર્ટી મહાસચિવ જયરામ રમેશે જણાવ્યુ કે, આજે આપણે જે સફળતા જોઈ રહ્યા છીએ તે સામૂહિક સંકલ્પ, સામૂહિક કાર્ય, સામૂહિક ટીમ પ્રયાસનું પરિણામ છે. તે સિસ્ટમનું પરિણામ છે, વ્યક્તિનું નહીં.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
