Chandrayaan-3 Mission : ISRO વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરને કરશે પુનર્જીવિત, વિશ્વની રહેશે નજર
Chandrayaan-3 Mission : ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) ચંદ્રયાન-3 મિશનમાં એક આકર્ષક તબક્કા માટે તૈયારી કરી રહ્યું છે. ગ્રાઉન્ડ સ્ટેશનો મિશનના લેન્ડર અને રોવર મોડ્યુલો, વિક્રમ અને પ્રજ્ઞાનને ચંદ્રના અત્યંત ઠંડા વાતાવરણમાં તેમની ઊંઘમાંથી જગાડવાની તૈયારી કરી રહ્યાં છે.
ISROની વેબસાઈટ દાવો કરે છે કે, લેન્ડર અને રોવર 22 સપ્ટેમ્બરની આસપાસ ફરી જાગે તેવી ધારણા છે. એકવાર શ્રેષ્ઠ સૂર્યપ્રકાશ ઉપલબ્ધ થઈ જાય બાદ પુનર્જીવિતના પ્રયાસોની તૈયારી ગુરુવારથી શરૂ થવાની ધારણા છે.

ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, ISRO ના અધિકારીઓને ટાંકીને, વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરના પુનઃજીવિત થવાની શક્યતાઓ બહુ વધારે નથી. જોકે, ISROના અધિકારીઓ કહે છે કે, તે કોઈ નિરાશાજનક પરિસ્થિતિ નથી. શક્ય છે કે, લેન્ડર અથવા રોવર મોડ્યુલ પુનર્જીવિત થઇ જાય, પરંતુ સંપૂર્ણ કાર્યક્ષમતા પુનઃપ્રાપ્ત કરવામાં અસમર્થ હોય.
પુનર્જીવિતની પ્રક્રિયામાં આવતા પડકારો - ચંદ્રયાન-3 મોડ્યુલ સૌર ઉર્જાથી ચાલતા છે. તેઓ સૂર્યના કિરણોમાંથી શક્તિ મેળવી શકે છે, પરંતુ લેન્ડર અને રોવરને ઉતરાણની તારીખ (24 ઓગસ્ટ)થી માત્ર 14 પૃથ્વી દિવસના મિશન લાઇફ સાથે ડિઝાઇન કરવામાં આવ્યા હતા. વાહનો પરના ઇલેક્ટ્રોનિક્સ ચંદ્ર પરના અત્યંત ઠંડા રાત્રિના તાપમાનને સહન કરવા માટે બનાવવામાં આવ્યા ન હતા, જે દક્ષિણ ધ્રુવની નજીક -200 ડિગ્રી સેલ્સિયસથી નીચે આવી શકે છે, જ્યાં ચંદ્રયાન-3 લેન્ડ થયું છે.
ISRO એ હજૂ પણ તકો લીધી, જ્યારે તેણે વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરને તેના તમામ મુખ્ય ઉદ્દેશ્યો હાંસલ કર્યા બાદ તેને ઊંઘમાં મૂકવાનો નિર્ણય કર્યો હતો. રોવર અને લેન્ડરને સ્લીપ મોડમાં મૂકવામાં આવ્યા હતા, તે સમય દરમિયાન બેટરીઓ સંપૂર્ણપણે ચાર્જ થઈ ગઈ હતી, જેથી તેઓ પુનઃજીવિત થવાની અપેક્ષા રાખે છે.
જો વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર જાગી જાય તો શું થશે? - જો તેઓ સંપૂર્ણપણે કાર્યરત થઈ જાય, તો લેન્ડર અને રોવર બીજા 14 પૃથ્વી દિવસ સુધી કામ કરવાનું ચાલુ રાખી શકે છે. આ બદલામાં વૈજ્ઞાનિકોને ચંદ્રની સપાટી વિશે વધુ માહિતી એકત્રિત કરવામાં સક્ષમ બનાવશે. લેન્ડરે તેને ઊંઘમાં મૂકતા પહેલા એક નવી જગ્યા પર કૂદકો માર્યો હતો, જે વૈજ્ઞાનિકોને વધુ પરિપ્રેક્ષ્ય પ્રદાન કરી શકે છે, જો તે સફળતાપૂર્વક ફરીથી સક્રિય થાય.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
