Chandrayaan 3 : જાણો કોણ છે રોકેટ વુમન રિતુ કરિધાલ? જેના ઈશારે ચંદ્રયાન 3 રવાના થયુ
ભારતના અવકાશ વૈજ્ઞાનિકોએ ફરી એક વખત દુનિયામાં પોતાની ક્ષમતાનો ડંકો વગાડી દીધો છે. ભારતનું અવકાશ મિશન ચંદ્રયાન 3 સફળતાપુર્વક ધરતી પરથી ચંદ્ર પર જવા માટે રવાના થઈ ગયુ છે. આ લોન્ચિંગ વચ્ચે એક નામની ખુબ ચર્ચા થઈ રહી છે. આ નામ એટલે બીજુ કોઈ નહીં પરંતુ જેને ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગની જવાબદારી સોંપાઈ તે રિતુ કરિધાલ છે.
ભારત તેના ચંદ્રયાન 3 ને આજથી 40 દિવસ બાદ ચંદ્ર પર સફળતાપુર્વક ઉતારશે. આ લેન્ડિંગની જવાબદારી લખનૌના રોકેટ વુમનના નામે જાણીતા મહિલા વૈજ્ઞાનિક રિતુ કરિધાલને સોંપવામાં આવી છે. ચંદ્રયાન 3 પણ તેમના ઈશારે જ રવાના કરાયુ છે.

ઈસરો અનુસાર, ચંદ્રયાન 3ના લેન્ડિંગની જવાબદારી વરિષ્ઠ મહિલા વૈજ્ઞાનિક ડૉ. રિતુ કરિધાલને સોંપવામાં આવી છે અને તે ચંદ્રયાન 3ના મિશન ડિરેક્ટર છે. આ અભિયાનના પ્રોજેક્ટ ડાયરેક્ટર પી. વીરા મુથુવેલ છે. આ પહેલા ડૉ. રિતુ મંગલયાનના ડેપ્યુટી ઓપરેશન ડાયરેક્ટર અને ચંદ્રયાન 2માં મિશન ડિરેક્ટર રહી ચૂક્યા છે. આ વખતે ચંદ્રયાન 3 માં ઓર્બિટર નથી પરંતુ પ્રોપલ્શન મોડ્યુલ છે અને તે કોમ્યુનિકેશન સેટેલાઇટનું કામ કરશે.
ડૉ. રિતુનો જન્મ 1975માં લખનૌના એક મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો. બાળપણથી જ તેમને અવકાશમાં રસ હતો. તેમનો શોખ ISRO અને NASA સંબંધિત અખબારોના લેખો, માહિતી અને ફોટોગ્રાફ્સ એકત્રિત કરવાનો હતો.
તેમણે લખનૌ યુનિવર્સિટીમાંથી ભૌતિકશાસ્ત્રમાં એસસી અને એમએસસી કર્યું. ત્યારબાદ એરોસ્પેસ એન્જિનિયરિંગમાં માસ્ટર ડિગ્રી મેળવવા IISc બેંગ્લોરમાં જોડાયા. ડૉ. કારીધાલ નવેમ્બર 1997થી ઈસરોમાં એન્જિનિયર તરીકે કામ કરી રહ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
