Chandrayaan 3 : જાણો કોણ બની શકે છે ઈસરો ચીફ, મળે છે આટલી સેલેરી
Chandrayaan 3 : ભારત સ્પેસ સેક્ટરમાં નવો ઇતિહાસ રચવા જઇ રહ્યું છે. આજે બપોરે ચંદ્રયાન 3 ની લોન્ચિંગ થશે. આ મિશનને ઘણુ મહત્વનું માનવામાં આવી રહ્યું છે, કારણ કે, આપણે ચંદ્ર વિશે ઘણી મહત્વની જાણકારીઓ મળશે.
આ વચ્ચે એસ સોમનાથ હેડલાઇન્સમાં છવાયેલા છે. આ અહેવાલમાં આપણે જાણીશું કે, ઈસરો ચીફ એસ સ્વામીનાથને કેટલી સેલેરી મળે છે, અને સરકાર તરફથી તેમને કેટલી સુવિધાઓ આપવામાં આવે છે.

ISROનું પૂરૂ નામ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (Indian Space research centre) છે. ISROની સ્થાપના 15 ઓગસ્ટ, 1969ના રોજ થઈ હતી. ISROનો હેતુ અવકાશમાં નવી શોધ કરવાનો અને પૃથ્વીની ભ્રમણકક્ષામાં ઉપગ્રહો સ્થાપિત કરવાનો છે. છેલ્લા કેટલાક દાયકાઓમાં ISROએ ઘણી મોટી સિદ્ધિઓ હાંસલ કરી છે. હવે ISRO વિશ્વની ટોચની સ્પેસ એજન્સીઓમાં સામેલ થઈ ગઈ છે.
ISRO ના વડા તરીકે એસ સોમનાથ પાસે ખૂબ જ મહત્વપૂર્ણ જવાબદારી છે. એસ સોમનાથ એજન્સીમાં થતી તમામ પ્રવૃત્તિઓ માટે જવાબદાર છે. 7મા પગાર પંચ મુજબ ઈસરો ચીફનો પગાર દર મહિને 2.5 લાખ રૂપિયા છે. આ ઉપરાંત તેમને રહેવા, વાહન વગેરેની સુવિધા પણ મળે છે.
ISRO ચીફ IAS અથવા IPS નો હોદ્દો ધરાવે છે. એપ્રિલ 2022માં કેન્દ્ર સરકારે ઈસરોના ચીફ એસ સોમનાથને વાય પ્લસ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી હતી. આ હેઠળ એસ સોમનાથ જ્યાં પણ હશે, 4-6 સશસ્ત્ર કમાન્ડો તેની સાથે ચોવીસ કલાક તૈનાત રહેશે.
એસ સોમનાથે ટીકેએમ કોલેજ ઓફ એન્જિનિયરિંગ, કોલ્લમમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં B.Sc કર્યું છે. જે બાદ તેમણે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, બેંગ્લોરમાંથી એરોસ્પેસ એન્જિનિયરિંગમાં માસ્ટર્સ કર્યું હતું. તેઓ ગોલ્ડ મેડલિસ્ટ રહી ચૂક્યા છે.
તેઓ 1985 માં VSSC માં જોડાયા હતા અને પ્રારંભિક તબક્કા દરમિયાન PSLV ના એકીકરણ માટે ટીમ લીડર હતા. તેમણે લોન્ચિંગ વ્હીકલના વિકાસમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેમના યોગદાનને ધ્યાનમાં રાખીને તેમને 2022માં ISRO ચીફની જવાબદારી સોંપવામાં આવી હતી. તેમનો કાર્યકાળ ત્રણ વર્ષનો છે.
LVM-3 શું છે અને મિશનમાં તેનો ઉપયોગ કેવી રીતે થાય છે? - LVM-3, અથવા લોંચ વ્હીકલ માર્ક-III (LVM-3), ISRO દ્વારા વિકસિત ત્રણ તબક્કાનું મધ્યમ-લિફ્ટ લોન્ચ વ્હીકલ છે. તે ISROના શસ્ત્રાગારમાં સૌથી શક્તિશાળી રોકેટ છે અને ચંદ્રયાન-3 મિશન માટે પ્રક્ષેપણ વાહન તરીકે સેવા આપે છે. 43.5 મીટરની ઊંચાઈ અને 4 મીટરના વ્યાસ સાથે, તે 640 ટનનું લિફ્ટ-ઓફ માસ ધરાવે છે.
LVM-3 ની પેલોડ ક્ષમતા કેટલી છે? - LVM-3 નીચી-પૃથ્વી ભ્રમણકક્ષામાં 8,000 કિલોગ્રામ સુધીના પેલોડ અને લગભગ 4,000 કિલોગ્રામ જીઓસ્ટેશનરી ટ્રાન્સફર ઓર્બિટમાં લઈ જવાની ક્ષમતા ધરાવે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
