Chandrayaan-3 : હવે માત્ર બે કદમ દુર, ચંદ્રની સપાટી નજીક પહોંચ્યુ ચંદ્રયાન 3, જાણો શું કહ્યું ઈસરોએ?

એક તરફ ભારત તેનો 77મોં સ્વાતંત્ર્ય દિવસ ઉજવવા જઈ રહ્યો છે તો બીજી તરફ ભારતનું ચંદ્રયાન 3 ચંદ્રની સપાટી પર કદમ રાખવાની તૈયારીમાં છે. હવે ચંદ્રયાન ચંદ્રની સપાટીથી એકદમ નજીક પહોંચી ગયુ છે.

પૃથ્વીની ગ્રેવિટીને પાર કરીને ચંદ્રયાન-3 ચંદ્રના ચક્કર કાપી રહ્યું છે ત્યારે ઈસરોએ જણાવ્યુ કે, ચંદ્રયાન ચંદ્રની સપાટીની નજીક પહોંચી ગયું છે. ઈસરો દ્વારા જારી કરાયેલા અપડેટ અનુસાર, સોમવારે ચંદ્રયાન-3ન ભ્રમણકક્ષા ત્રીજી વખત ઘટી છે.

Chandrayaan-3

હાલ ચંદ્રયાન 150 કિમી x 177 કિમીની ભ્રમણકક્ષામાં છે. જેનો અર્થ છે કે ISROનું ચંદ્રયાન-3 ચંદ્રની એવી ભ્રમણકક્ષામાં આગળ વધી રહ્યું છે જેમાં ચંદ્રથી લઘુત્તમ અંતર 150 કિમી અને મહત્તમ અંતર 177 કિમી છે.

ઈસરોએ એક ફોટો જારી કરતા જણાવ્યુ કે, ભ્રમણકક્ષાનો પરિભ્રમણ તબક્કો શરૂ થઈ ગયો છે. આજે 150 કિમી x 177 કિમીની નજીકની ગોળાકાર ભ્રમણકક્ષા હાંસલ કરી છે. આગામી ઑપરેશન 16 ઑગસ્ટ 2023ના રોજ સવારે 08.30 વાગ્યે કરવાનું આયોજન છે.

જણાવી દઈએ કે, 17 ઓગસ્ટ અને 23 ઓગસ્ટ ચંદ્ર મિશન માટે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસો છે. 17 ઓગસ્ટે ISRO ચંદ્રયાન-3ના પ્રોપલ્શન મોડ્યુલને લેન્ડરથી અલગ કરશે અને 23 ઓગસ્ટે સાંજે લગભગ 5.30 કલાકે લેન્ડર ચંદ્રની સપાટી પર ઉતરશે. જે ભારતને ચંદ્રની સપાટી પર જઈને ત્યાં અભ્યાસ કરીને નવા રેકોર્ડ બનાવવામાં મદદ કરશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X