chandrayaan 3 : ચંદ્રયાન 3ની સફળતા બાદ જશ્નનો માહોલ, જુઓ ઉજવણીના દ્રશ્યો
chandrayaan 3 : ભારતે આજે ઇતિહાસ રચ્યો છે. આજનો દિવસ ભારતીય ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખવામાં આવશે. હાલ સમગ્ર દેશ અને દુનિયામાં રહેતા ભારતીયો ચંદ્રયાન 3ની સફળતાની ઉઝવણી કરી રહ્યું છે. ચંદ્રયાન 3 નું લેન્ડર વિક્રમ ચંદ્રના દક્ષિણ ધ્રુવની સપાટી પર સફળતાપૂર્વક લેન્ડ કર્યું છે.
ચંદ્રયાન-3 બુધવારની સાંજે 6.04 કલાકે ચંદ્ર પર ઉતર્યું હતું. આ સાથે ભારત ચંદ્રના કોઈપણ ભાગ પર વાહન ઉતારનાર ચોથો દેશ બની ગયો છે. આ પહેલા માત્ર અમેરિકા, સોવિયત યુનિયન અને ચીનને જ આ સફળતા મળી છે.

હવે બધા વિક્રમ લેન્ડરમાંથી પ્રજ્ઞાન રોવર બહાર આવવાની રાહ જોઈ રહ્યા છે. રિપોર્ટ અનુસાર, ચંદ્ર પરની ધૂળના વાદળ શાંત થયા બાદ પ્રજ્ઞાન રોવર બહાર આવશે. જોકે, તે લગભગ 1 કલાક 50 મિનિટ લેશે. આ પછી વિક્રમ અને પ્રજ્ઞાન એકબીજાના ફોટા પાડીને પૃથ્વી પર મોકલશે.
આવા સમયે ભારત સહિત સમગ્ર વિશ્વમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ચંદ્ર પર ચંદ્રયાન-3ના સફળ ઉતરાણ પર, ભારતીય સમુદાયના સભ્યોએ વોશિંગ્ટન, યુએસમાં ભારતીય દૂતાવાસ ખાતે ચંદ્રયાન-3ના સફળ ઉતરાણ પર મીઠાઈઓ વહેંચી હતી.
યુરોપિયન સ્પેસ એજન્સી (ESA) એ પણ ચંદ્રયાન-3ની સફળતા માટે ISROને અભિનંદન પાઠવ્યા છે. ચંદ્રયાન-3એ ચંદ્ર પર પહોંચ્યા બાદ સંદેશ મોકલ્યો છે. ચંદ્રયાન-3એ જણાવ્યું હતું કે, હું મારા ગંતવ્ય પર પહોંચી ગયો છું.
ચંદ્રયાન-3નું લેન્ડિંગ કેવી રીતે થયું?
- વિક્રમ લેન્ડરે 25 કિમીની ઉંચાઈથી ચંદ્ર પર ઉતરવાની સફર શરૂ કરી
- વિક્રમને આગલા તબક્કામાં પહોંચવામાં લગભગ 11.5 મિનિટનો સમય લાગ્યો
- 7.4 કિમીની ઉંચાઈએ પહોંચે ત્યાં સુધી તેની ઝડપ 358 મીટર પ્રતિ સેકન્ડ હતી
- 6.8 કિમીની ઉંચાઈએ ચંદ્રયાનની ઝડપ ઓછી કરી. તે 336 મીટર પ્રતિ સેકન્ડ બની ગયો
- 800 મીટરની ઉંચાઈ પર, લેન્ડરના સેન્સર્સે લેન્ડિંગ માટે યોગ્ય સ્થળ શોધવા માટે ચંદ્રની સપાટી પર લેસર બીમ લગાવ્યા હતા
- 150 મીટરની ઉંચાઈ પર આવેલા લેન્ડરની ઝડપ 60 મીટર પ્રતિ સેકન્ડ હતી
- 60 મીટરની ઉંચાઈ પર આવેલા લેન્ડરની ઝડપ 40 મીટર પ્રતિ સેકન્ડ હતી
- 10 મીટરની ઉંચાઈ પર આવેલા લેન્ડરની ઝડપ 10 મીટર પ્રતિ સેકન્ડ હતી
- ચંદ્રની સપાટી પર ઉતરતી વખતે સોફ્ટ લેન્ડિંગ માટે લેન્ડરની ઝડપ 1.68 મીટર પ્રતિ સેકન્ડ હતી.
#WATCH | Washington DC, US: Sweets being distributed at the Embassy of India as Chandrayaan-3 successfully lands on the Moon pic.twitter.com/V0C3oxnZTL
— ANI (@ANI) August 23, 2023












Click it and Unblock the Notifications
