CCTV : બેંગલુરુના રામેશ્વરમ કેફે બ્લાસ્ટના સીસીટીવી સામે આવ્યા, આવી રીતે ઘટી પુરી ઘટના
બેંગલુરુના રામેશ્વરમ કેફેમાં થયેલા બ્લાસ્ટમાં 9 લોકો ઘાયલ થયા છે. હવે આ ઘટનાના સીસીટીવી વીડિયો સામે આવ્યા છે, જેમાં વિસ્ફોટ થતો જોવા મળી રહ્યો છે.
શુક્રવારે બપોરે બેંગલુરુના રામેશ્વરમ કેફેમાં વિસ્ફોટ થયો હતો. જ્યારે વિસ્ફોટ થયો ત્યારે ગ્રાહકો કાફેમાં જમી રહ્યા હતા અથવા તેમના ઓર્ડરની રાહ જોતા જોવા મળ્યા. વીડિયોમાં કેફે સ્ટાફની સાથે ગ્રાહકો પણ પોતાનો જીવ બચાવવા દોડતા જોવા મળે છે.

આ દરમિયાન કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કેફેમાં થયેલા વિસ્ફોટને બોમ્બ વિસ્ફોટ ગણાવ્યો છે અને ઓછામાં ઓછા નવ લોકો ઘાયલ થયા હોવાની પુષ્ટિ કરી છે. પોલીસે તેમની બ્રીફિંગમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને જણાવ્યું કે કેફેની અંદર એક થેલીમાં વિસ્ફોટકો રાખવામાં આવ્યા હતા.
સીએમ સિદ્ધારમૈયાએ કહ્યું કે, સીસીટીવી ફૂટેજમાં એક વ્યક્તિ કેફેની અંદર બેગ રાખતો જોવા મળે છે. તેમણે કહ્યું કે આ ઓછી તીવ્રતાનો IED બ્લાસ્ટ હતો. એક વ્યક્તિ કેફેમાં એક બેગ છોડી ગયો હતો, જેના પછી વિસ્ફોટ થયો. પોલીસના જણાવ્યા અનુસાર કેફેમાંથી અન્ય કોઈ વિસ્ફોટકો મળ્યા નથી.
કેફેમાં બ્લાસ્ટ સ્થળેથી બેટરી, બળી ગયેલી બેગ અને કેટલાક આઈડી કાર્ડ મળી આવ્યા છે. વિસ્ફોટ એક સીટીંગ એરિયામાં થયો, અહીં કોઈ ગેસ સિલિન્ડર નહોતા. ડીજીપીએ કહ્યું કે અમે ફોરેન્સિક રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ.
VIDEO | Explosion at Rameshwaram Cafe in Bengaluru captured in the CCTV installed in the eatery.
— Press Trust of India (@PTI_News) March 1, 2024
At least five persons were injured in a fire caused by a suspected LPG cylinder blast at the popular city eatery earlier today.
(Source: Third Party)
(Disclaimer: Disturbing… pic.twitter.com/Wl6GRwsOWo
બીજેપી નેતા તેજસ્વી સૂર્યાએ કહ્યું કે, તેમણે રામેશ્વરમ કેફેના સ્થાપક નાગરાજ સાથે વાત કરી. તેમણે એમ કહ્યું કે વિસ્ફોટ એક ગ્રાહક દ્વારા છોડી દેવામાં આવેલી બેગને કારણે થયો. સૂર્યાએ કહ્યું કે તે સ્પષ્ટપણે બોમ્બ વિસ્ફોટનો મામલો હોવાનું જણાય છે. તેમણે કહ્યું કે આ મામલે મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ જવાબ આપવો જોઈએ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
