CBSE ધોરણ 10 અને 12ની પરીક્ષા આજે 15 ફેબ્રુઆરીથી શરુ, 38 લાખ પરીક્ષાર્થી, 191 વિષયો, જાણો આખો કાર્યક્રમ
સીબીએસઈની ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આજથી શરુ થઈ રહી છે. આ પરીક્ષા 5 એપ્રિલે પૂર્ણ થશે. અહીં જાણો સંપૂર્ણ વિગત.
CBSE Exam: કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ(સીબીએસઈ)ની ધોરણ 10 અને 12 સાયન્સ, કૉમર્સ અને આર્ટસની પરીક્ષાઓ આજે સવારે 10.30 વાગ્યાથી દેશભરમાં શરુ થઈ રહી છે. બધી પરીક્ષાઓ 5 એપ્રિલ સુધી પૂરી થશે. દેશના 7250થી વધુ પરીક્ષા કેન્દ્રો પર 39 લાખ છાત્રો પરીક્ષા આપશે. દેશની બહાર પણ આ પરીક્ષાનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે. સીબીએસઈ બોર્ડ પરીક્ષાનુ આયોજન દેશની બહાર 26 દેશોમાં કરવામાં આવી રહ્યુ છે.

CBSEની ડેટશીટ ડિસેમ્બર 2022માં જ બહાર પાડવામાં આવી હતી. CBSE એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાની પ્રક્રિયા પણ સમજાવવામાં આવી છે. પરીક્ષાના એક દિવસ પહેલા 14 ફેબ્રુઆરીએ, CBSE એ એક પ્રેસ નોટ જાહેર કરીને જણાવ્યુ હતુ કે ધોરણ 10 માટે નોંધાયેલા ઉમેદવારોની કુલ સંખ્યા 21.8 લાખ છે. CBSE બોર્ડ પરીક્ષા 2023 પરના ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલમાં જણાવવામાં આવ્યુ છે કે આ વર્ષે કુલ 38 લાખ વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12ની પરીક્ષા આપશે.
ધોરણ 10ના કુલ 21.8 લાખ વિદ્યાર્થીઓમાંથી 9.39 લાખ છોકરીઓ છે, જ્યારે 12.4 લાખ છોકરાઓ છે. 10 વિદ્યાર્થીઓએ 'અન્ય' કેટેગરી માટે પણ પસંદગી કરી છે. ધોરણ 12 માટે નોંધાયેલા ઉમેદવારોની કુલ સંખ્યા 10ની સરખામણીમાં ઓછી છે કારણ કે આ વર્ષની બોર્ડ પરીક્ષા માટે 16.9 લાખ ઉમેદવારોએ નોંધણી કરાવી છે. આ 16 લાખ વિદ્યાર્થીઓમાંથી 7.4 લાખ છોકરીઓ અને 9.51 છોકરાઓ છે. 5 બાળકોએ 'અન્ય' શ્રેણી હેઠળ નોંધણી કરાવી છે.
ધોરણ 10ની પરીક્ષા 16 દિવસમાં 76 વિષયો માટે લેવામાં આવશે અને 21 માર્ચ સુધીમાં સમાપ્ત થશે. ધોરણ 12 માટે 115 વિષયોની પરીક્ષા 36 દિવસમાં લેવામાં આવશે. જો આપણે 5 એપ્રિલના રોજ સમાપ્ત થતી બંને પરીક્ષાઓ પર નજર કરીએ તો CBSE કુલ મળીને 191 વિષયો માટે પરીક્ષાઓ યોજશે. CBSEએ પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓને ઈલેક્ટ્રોનિક ઉપકરણોના ઉપયોગ સામે ચેતવણી આપી છે. આમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ChatGPT માટે ટૂલ્સનો ઉપયોગ ન કરવાનો સમાવેશ થાય છે. સીબીઆઈએ કહ્યુ કે, પરીક્ષા નિયંત્રક પરીક્ષામાં ગેરરીતિ માટે અયોગ્ય માધ્યમોનો ઉપયોગ ન કરવા માટે તમામ પ્રયાસ કરી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે ધોરણ 10ના મુખ્ય વિષયોની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી શરૂ થશે. ધોરણ 10ની પ્રથમ મુખ્ય પરીક્ષા અંગ્રેજી વિષયની હશે. જ્યારે ધોરણ 12ની મુખ્ય પરીક્ષા 24 ફેબ્રુઆરીથી શરૂ થશે. તે દિવસે 12મા ધોરણ માટે અંગ્રેજીની પરીક્ષા લેવામાં આવશે. દરરોજ પરીક્ષા માત્ર એક જ શિફ્ટમાં લેવામાં આવશે. પરીક્ષાનો સમય સવારે 10:30 થી બપોરે 1:30 સુધીનો નક્કી કરવામાં આવ્યો છે.
CBSE Class 10 & 12 exams to start from February 15, 2023 pic.twitter.com/KuFmdVfnHi
— ANI (@ANI) December 29, 2022
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
