હવે સત્યપાલ મલિકને CBI નું તેડુ, કોંગ્રેસે કહ્યું- આ તો થવાનું જ હતું
પુલવામાં હુમલાને લઈને બીજેપી સરકારની પોલ ખોલનારા સત્યપાલ મલિકને હવે સીબીઆઈનું તેડુ આવ્યુ છે. ક્યારેક સમાજવાદી પાર્ટીના નેતા રહેલા સત્યપાલ મલિકને સીબીઆઈએ સમન મોકલીને તપાસ માટે બોલાવ્યા છે.
હાલમાં જ સત્યપાલ મલિકે પુલવામા આતંકી હુમલામાં પીએમ મોદીની ભુમિકા પર ગંભીર સવાલો કર્યા હતા ત્યારે હવે વિમા સાથે જોડાયેલા એક કેસમાં 300 કરોડની લાંચ મુદ્દે સત્યપાલ મલિકે આપેલા નિવેદન મુદ્દે સીબીઆઈએ તેમને સમન મોકલ્યુ છે. બીજી તરફ આ મુદ્દે કોંગ્રેસ આક્રમક તેવરમાં જોવા મળી રહી છે.

રિલાયન્સ જનરલ ઈન્સ્યોરન્સ સંબંધિત કથિત વીમા કૌભાંડ અંગે જમ્મુ કાશ્મીરના પૂર્વ ગવર્નર સત્યપાલ મલિકે એક નિવેદનમાં કહ્યું કે, 27 કે 28 એપ્રિલના રોજ તેમને સીબીઆઈની દિલ્હી ઓફિસમાં આવવા માટે કહેવામાં આવ્યું છે. જેથી કથિત વીમા કૌભાંડ અંગે સ્પષ્ટતા કરાઈ શકે.
સત્યપાલ મલિકને સીબીઆઈના સમન મુદ્દે કોંગ્રેસે આક્રમક અંદાજમાં કહ્યું કે, આખરે પીએમ મોદીને રહી ન શક્યા, સત્યપાલ મલિકજીએ દેશ સામે તેમના કાંડને ખુલ્લા પાડ્યા. હવે સીબીઆઈએ મલિકજીને બોલાવ્યા છે.
કોંગ્રેસે સરકાર પર દમનનો આરોપ લગાવતા કહ્યું, આ તો થવાનું જ હતું. કોંગ્રેસ પક્ષે કટાક્ષ કરતાં કહ્યું કે, એક બીજી વાત... ગોડી મીડિયા હજુ પણ મૌન રહેશે, લખી રાખજો.
અહીં તમને જણાવી દઈએ કે, આ કથિત વીમા કૌભાંડ કેસમાં ભાજપના પૂર્વ મહાસચિવ રામ માધવે પણ સત્યપાલ માનહાનિની નોટિસ મોકલી છે. સત્યપાલ મલિકે દાવો કર્યો હતો કે, તેમને સીધા 300 કરોડની ઓફર કરાઈ નહોતી પરંતું તેમને આ વિશે ખબર પડી હતી.
અહીં પણ તમને જણાવી દઈએ કે, બિહારના પૂર્વ રાજ્યપાલ રહ્યા બાદ મલિકને જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા. તેમના કાર્યકાળ દરમિયાન કલમ 370 અને કલમ 35A ને રદ્દ કરાઈ હતી. મલિકે દાવો કર્યો છે કે, પીએમે તેમને પુલવામા કેસમાં ચૂપ રહેવા કહ્યું હતું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
