INX મામલોઃ CBIએ પી ચિદમ્બરમના ઘરે નોટિસ ચીપકાવી, કહ્યું-2 કલાકમાં હાજર થાવ
INX મામલોઃ CBIએ પી ચિદમ્બરમના ઘરે નોટિસ ચીપકાવી, કહ્યું-2 કલાકમાં હાજર થાવ
નવી દિલ્હીઃ આઈએનએક્સ મીડિયા કેસમાં પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમની મંગળવારે દિલ્હી હાઈ કોર્ટે તેમના આગોતરા જામીનની અરજી ફગાવી દીધી હતી. જે બાદ તેમના પર ધરકકડની તલવાર લટકી રહી છે. મંગળવારે સીબીઆઈની 6 સભ્યોની ટીમ દિલ્હી સ્થિત તેમના નિવાસ સ્થાને પહોંચી પરંતુ ખાલી હાથે પરત ફરવું પડ્યું. જે બાદ ઈડીની ટીમ પણ અહીં પહોંચી ગઈ. પરંતુ હજુ સુધી ચિદમ્બરમનો કોઈ પતો લાગ્યો નથી.

મંગળવારે મોડી રાત્રે સીબીઆઈની ટીમ બીજીવાર ચિદમ્બરમના ઘરે પહોંચી અને તેમના ઘર બહાર નોટિસ ચિપકાવી દીધી. આ નોટિસમાં ચિદમ્બરમને 2 કલાકમાં હાજર થવા માટે કહ્યું છે. ઉલ્લેખનીય છે કે દિલ્હી હાઈકોર્ટથી આગોતરા જામીનની અરજી રદ્દ થયા બાદ તેઓ સુપ્રીમ કોર્ટમાં ગયા છે. તેમની અરજી પર કોર્ટ બુધવારે સુનાવણી કરશે. ઉલ્લેખનીય છે કે ઈડી અને સીબીઆઈની ટીમ આ મામલે પહેલાથી જ ચિદમ્બરમની ધરપકડની માંગ કરી રહી છે.
Delhi: Central Bureau of Investigation (CBI) has put up a notice outside the residence of P Chidambaram to appear before them in the next two hours. Earlier today, Delhi High Court had dismissed his both anticipatory bail pleas in connection with INX Media case. pic.twitter.com/IeEI5IkvGF
— ANI (@ANI) August 20, 2019
દિલ્હી હાઈકોર્ટ દ્વારા આગોતરા જમીન રદ્દ થયા બાદ તેઓ રાહત માટે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે. સુપ્રીમ કોર્ટે મામલામાં મંગળવારે સુનાણીનો ઈનકાર કરી દીધો પરંતુ તેમના વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે તેઓ કાલે મામલો રાખે. પૂર્વ નાણામંત્રી પર આરોપ છે કે તેમણે કથિત રીતે એરસેલ-મેક્સિસને એફડીઆઈની મંજૂરી માટે આર્થિક મામલાની કેબિનેટ કમિટીને નજરઅંદાજ કરી દીધી હતી. ઈડી મુજબ એરસેલ-મેક્સિસ ડીલમાં તત્કાલીન નાણામંત્રી પી ચિદમ્બરમે કેબિનેટ કમિટીની રજામંદી વિના જ તેમને મંજૂરી આપી દેવામાં આવી હતી, આ ડીલ 3500 કરોડ રૂપિયાની હતી. જ્યારે આઈએનએક્સ મીડિયા હેરાફેરી મામલામાં પી ચિદમ્બરમ અને તેમના દીકરા કાર્તિ ચિદમ્બરમ પર હેરાફેરી કરવાનો આરોપ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
