મુલાયમ-અખિલેશની આવક કરતા વધારે સંપત્તિ મામલે CBI ને નોટિસ
સુપ્રીમકોર્ટે સોમવારે મુલાયમ સિંહ યાદવ અને તેમના દીકરા અખિલેશ યાદવની આવક કરતા વધારે સંપત્તિ મામલે સુનાવણી કરી.
સુપ્રીમકોર્ટે સોમવારે મુલાયમ સિંહ યાદવ અને તેમના દીકરા અખિલેશ યાદવની આવક કરતા વધારે સંપત્તિ મામલે સુનાવણી કરી. અહીં સીબીઆઈને પૂછવામાં આવ્યું કે વર્ષો જુના આ મામલે તેમને કોઈ પણ પ્રકારની એફઆઈઆર નોંધી હતી? તેના જવાબમાં સીબીઆઈ ઘ્વારા બે અઠવાડિયાનો સમય માંગવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે ચૂંટણી પહેલા આ મામલો મુલાયમ સિંહ યાદવ અને તેમના દીકરા અખિલેશ યાદવ માટે પરેશાની ઉભી કરી શકે છે. એટલું જ નહીં પરંતુ જો સીબીઆઈ કોઈ કાર્યવાહી કરશે તો ચોક્કસ તે ચૂંટણી મુદ્દો બની જશે.

આપને જણાવી દઈએ કે જસ્ટિસ રંજન ગોગાઇની અધ્યક્ષતા વાળી પીઠે રાજનૈતિક કાર્યકર્તા વિશ્વનાથ ચતુર્વેદીની અરજી પર સુનાવણી કરી હતી. ખરેખર વર્ષ 2005 દરમિયાન વિશ્વનાથ ચતુર્વેદીએ અરજી દાખલ કરીને સીબીઆઈને મુલાયમ સિંહ યાદવ, અખિલેશ યાદવ, ડિમ્પલ યાદવ અને પ્રતીક યાદવ વિરુદ્ધ ઘોટાળો રોકવાના અધિનિયમ હેઠળ કેસ ચલાવવાની માંગ કરી હતી. વિશ્વનાથ ચતુર્વેદીએ તેમની સામે શક્તિનો દુરુપયોગ અને આવક કરતા વધારે સંપત્તિનો પણ આરોપ લગાવ્યો હતો.
આ પણ વાંચો: લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો
કોર્ટે માર્ચ 2007 દરમિયાન સીબીઆઈને આરોપો અંગે જાંચ કરવા અને અરજીમાં લગાવવામાં આવેલા આરોપો સાચા છે કે નહીં તે શોધવા માટે કહ્યું હતું. ત્યારપછી વર્ષ 2012 દરમિયાન કોર્ટે મુલાયમ સિંહ યાદવ, અખિલેશ યાદવ અને પ્રતીકની પુનઃવિચાર અરજી રદ કરી દીધી. ડિમ્પલ યાદવની અરજી મંજુર કરીને તેમની વિરુદ્ધ જાંચ રોકી દેવાના આદેશ આપ્યા હતા.
આ પણ વાંચો: જાણો શું છે અમિત શાહને ગાંધીનગર સીટથી ચૂંટણી લડાવવાનો ભાજપનો ગેમપ્લાન?
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
