EDના આસિસટન્ટ ડાયરેક્ટરની CBIએ કરી ધરપકડ, 5 કરોડની લાંચ લેવાનો આરોપ
દિલ્હી લિકર પૉલિસી કૌભાંડમાં એક મોટી કાર્યવાહીમાં CBIએ EDના એક અધિકારીની ધરપકડ કરી છે. આરોપ છે કે ઈડી અધિકારીએ 5 કરોડ રૂપિયાની લાંચ લીધી હતી, ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. રિપોર્ટ મુજબ ઈડી ઓફિસરનું નામ પવન ખત્રી છે, જે ઈડીમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે પોસ્ટેડ હતા.
ઈડી અધિકારીએ દારૂ નીતિ કેસના આરોપી બિઝનેસમેન અમનદીપ સિંહ ઢલ્લ પાસેથી 5 કરોડ રૂપિયાની લાંચ લીધી હતી. જે બાદ સીબીઆઈએ બે ખત્રીઓ સહિત બે અધિકારીઓ સામે લાંચ લેવાનો કેસ નોંધ્યો હતો. તપાસ બાદ સીબીઆઈએ પવન ખત્રીની ધરપકડ કરી છે.

સીબીઆઈએ આસિસ્ટન્ટ ડાયરેક્ટર પવન ખત્રી અને ડિવિઝનલ ક્લાર્ક નિતેશ કોહર વિરુદ્ધ FIR નોંધી હતી. આ કેસમાં એર ઈન્ડિયાના કર્મચારી દીપક સાંગવાન, બિઝનેસમેન અમનદીપ સિંહ ધલ, બિરેન્દર પાલ સિંહ, સીએ પ્રવીણ કુમાર વત્સ, ક્લેરિજ હોટલના સીઈઓ વિક્રમાદિત્ય સહિત કેટલાક અન્ય અધિકારીઓના નામ સામેલ છે.
ફરિયાદ મુજબ દારૂ પૉલીસી કેસમાં ચાલી રહેલી તપાસ દરમિયાન આરોપીઓને મદદ કરવા માટે રૂપિયા પાંચ કરોડની લાંચ આપવામાં આવી હતી. ધરપકડ ટાળવા માટે અમનદીપ ધલને મદદ કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી. જે બાદ દીપક સાંગવાન ડિસેમ્બર 2022માં ED ઓફિસર પવન ખત્રીને મળ્યા હતા, આ દરમિયાન દીપક વત્સ પણ હાજર હતા.
લાંચની રકમ અલગ-અલગ હપ્તામાં આપવામાં આવી હતી. વત્સે જણાવ્યું કે અમનદીપ સિંહ ઢલ્લને કહેવામાં આવ્યું હતું કે જો તે બે કરોડ રૂપિયા વધુ આપશે તો તેને આરોપીઓની યાદીમાંથી કાઢી નાખવામાં આવશે. લાંચની રકમ રોકડમાં આપવામાં આવી હતી. જો કે અમનદીપ ઢલ્લની લાંચ આપ્યા બાદ પણ 1 માર્ચ 2023ના રોજ ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
જ્યારે કામ ન થયું ત્યારે દીપક સાંગવાને ઈડી અધિકારીને પૈસા પરત કરવા કહ્યું. પૈસા પાછા મેળવવા પવન ખત્રી અને નિતેશ કોહરે પરિવારના સભ્યો સાથે મુલાકાત કરી હતી. મામલો પ્રકાશમાં આવ્યા પછી, ઈડીએ તેની તપાસ શરૂ કરી અને પ્રવીણ રાવતના ઘરની તપાસ કરી જ્યાંથી ઈડીએ 2.19 કરોડ રૂપિયા રોકડા અને 1.94 કરોડ રૂપિયાના ઘરેણાં જપ્ત કર્યા. જ્યારે બેંક ખાતામાં 2.62 કરોડની રકમ મળી આવી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
