કેપ્ટન અમરિંદર સિંહ બોલ્યા- હું બીજેપીમાં નથી જઇ રહ્યો, પરંતું કોંગ્રેસમાં પણ નહી રહું
પંજાબના પૂર્વ સીએમ કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું છે કે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે નહીં. બુધવારે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા બાદ તેઓ ભાજપમાં જોડાશે તેવી અટકળો પર અમરિંદર સિંહે આજે કહ્યું કે તેઓ ભાજપ
પંજાબના પૂર્વ સીએમ કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું છે કે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે નહીં. બુધવારે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા બાદ તેઓ ભાજપમાં જોડાશે તેવી અટકળો પર અમરિંદર સિંહે આજે કહ્યું કે તેઓ ભાજપમાં જોડાશે નહી. તેમણે કહ્યું કે, હમણાં સુધી હું કોંગ્રેસમાં છું પણ એ પણ નિશ્ચિત છે કે હું કોંગ્રેસમાં પણ નહીં રહું.

ફરી કહી કોંગ્રેસમાં અપમાનની વાત
કેપ્ટન અમરિંદર સિંહે એનડીટીવી સાથેની વાતચીતમાં કહ્યું કે, હું ભાજપમાં જવાનો નથી, તેના વિશે કોઈ અટકળોની જરૂર નથી. તે પણ ચોક્કસપણે છે કે હું જલ્દીથી કોંગ્રેસ છોડવાનો છું. આ પાર્ટીમાં મારું અપમાન થયું છે અને હું અપમાન સહન કરી શકતો નથી. કોંગ્રેસમાં 50 વર્ષ પછી પણ જો આ પ્રકારનું વર્તન થાય તો તેને સહન કરવું શક્ય નથી.

શું નવો પક્ષ બનાવશે અમરિંદર સિંહ
અમરિંદર સિંહે કહ્યું કે તેઓ ભાજપમાં નહીં જાય અને કોંગ્રેસને છોડી દેશે, એવું માનવામાં આવે છે કે તેઓ પોતાનો પક્ષ બનાવીને પંજાબના રાજકારણમાં નવી હોડ કરશે. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે અમરિંદર સિંહ 2 ઓક્ટોબરે મોટી જાહેરાત કરી શકે છે.

19 સપ્ટેમ્બરે સીએમ પદ છોડ્યુ
કેપ્ટન અમરિંદર સિંહે 19 સપ્ટેમ્બરના રોજ પંજાબના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. રાજીનામું આપ્યા બાદ તેઓ સતત કોંગ્રેસ હાઈકમાન્ડ પર પ્રહારો કરી રહ્યા છે. બુધવારે તેઓ દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ગુરુવારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલને મળ્યા હતા. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે અમરિંદર સિંહ શાંતિથી બેસવાના નથી. કેપ્ટન નવજોત સિદ્ધુને હરાવવા માટે ઉમેદવાર ઉતારવાની જાહેરાત કરી ચૂક્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
