CAA હિંસાઃ રામપુરમાં પ્રશાસને 28 લોકોને 14 લાખની રિકવરીની નોટિસ પાઠવી
CAA હિંસાઃ રામપુરમાં પ્રશાસને 28 લોકોને 14 લાખની રિકવરીની નોટિસ પાઠવી
રામપુરઃ નાગરિકતા સંશોધન કાનૂનના વિરોધમાં થયેલ હિંસાત્મક પ્રદર્શન દરમિયાન ઉત્તર પ્રદેશમાં 16 લોકોનાં મોત થયાં છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના 'બદલો લેવામાં આવશે'ની ચેતવણી બાદ રામપુર જિલ્લા પ્રશાસને વસૂલીની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવાના મામલે રામપુરના 28 લોકોને 14 લાખ રૂપિયાની વસૂલી માટે નોટિસ મોકલી છે.

પ્રશાસને પૂછ્યું- વસૂલી કેમ ના કરીએ?
પોલીસ કસ્ટડીમાં જે 28 લોકોને વસૂલીની નોટિસ મોકલામાં આવી છે તેમાં ડિલિવરી બૉય અને ભરતકામ કરતા જમીર પણ સામેલ છે. પ્રશાસને આ 28 લોકોને હિંસા માટે જવાબદાર ઠેરવતા પૂછ્યું કે 14.86 લાખ રૂપિયાના નુકસાનીની ભરપાઈ માટે વસૂલી કેમ ના કરવી જોઈએ?

દીકરાને છોડાવવા માટે પૈસા નથી
મુન્ની બેગમે ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે રવિવારે બપોરે પોલીસ તેમના ઘરે આવી અને કોઈપણ કારણ વિના તેના દીકરાને ઉઠાવીને લઈ ગઈ. આગલા દિવસે સોમવારે અમને માલૂમ પડ્યું કે શનિવારે જે હિંસા થઈ તેના માટે પોલીસે તેને જવાબદાર ઠેરવતાં જેલ મોકલી દીધો છે. તેમણે જણઆવ્યું કે હિંસાવાળા દિવસે તેમનો દીકરો જમીર ઘરે હતો. તેમણે કહ્યું કે હજી સુધી મારી પાસે પ્રશાસન તરફથી આવી કોઈ નોટિસ આવી નથી. દીકરાને પોલીસ કસ્ટડીમાંથી છોડાવવા મારી પાસે વકીલ કરાવવા સુધીના પણ પૈસા નથી. હું કેવી રીતે ચૂકવણી કરી શકું છું.

એક અઠવાડિયામાં જવાબ માંગ્યો
રામપુરના ડીએમે કહ્યું કે પોલીસની તપાસમાં 28 લોકોની હિંસામાં સંડોવણી હોવાનું માલૂમ પડ્યું છે, આ 2 લોકોને નોટિસ મોકલવામાં આવી છે. પોલીસ તેમની વિરુદ્ધ સબૂત એકઠાં કરશે. આ 28 લોકો પાસે એક અઠવાડિયામાં જવાબ માંગવામાં આવ્યો છે, જે બાદ સવૂલીની કાર્યવાહી શરૂ કરી દેવામાં આશે. આરોપી અને તેનો પરિવાર ખોટી રીતે આ મામલે ધરપકડ થઈ હોય તે ખુદનિર્દોષ હોવાના સબૂત પ્રસ્તુત કરી શકે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
