Bypoll 2022 : પેટાચૂંટણી માટે ભાજપે જાહેર કરી ઉમેદવારોની યાદી, આ નેતાઓને આપી ટીકિટ
Bypoll 2022 : ભારતીય જનતા પાર્ટીએ 1 લોકસભા અને 5 વિધાનસભાની બેઠક માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ભારતીય જનતા પાર્ટીએ ઉત્તર પ્રદેશની મેનપૂરી લોકસભા સીટ માટે રધુરાજ સિંહ શાક્યને મેદાનમાં ઉતાર્યા છે.
Bypoll 2022 : ભારતીય જનતા પાર્ટીએ 1 લોકસભા અને 5 વિધાનસભાની બેઠક માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ભારતીય જનતા પાર્ટીએ ઉત્તર પ્રદેશની મેનપૂરી લોકસભા સીટ માટે રધુરાજ સિંહ શાક્યને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે ઉત્તર પ્રદેશની ખતોલી વિધાનસભા બેઠક પરથી રાજકુમારી અને રામપુર બેઠક પરથી આકાશ સક્સેનાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.
ભરતીય જનતા પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિ દ્વારા ઉત્તર પ્રદેશમાં લોકસભાની 1 બેઠક માટે અને રાજસ્થાન, બિહાર, છત્તીસગઢ અને ઉત્તર પ્રદેશની વિધાનસભાની પેટાચૂંટણી 2022 માટે ઉમેદવારોની જાહેરાત કરી છે.

ભાજપે મેનપુરીથી રઘુરાજ સિંહ શાક્યને આપી ટીકિટ
ભારતીય જનતા પાર્ટીએ ઉત્તર પ્રદેશની મેનપુરી લોકસભા બેઠકની પેટાચૂંટણી માટે રઘુરાજ સિંહ શાક્યને તેના ઉમેદવાર તરીકે નિયુક્ત કર્યાછે.
ઉલ્લેખનીય છે કે, સમાજવાદી પાર્ટીએ આ સીટ પરથી અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ યાદવને મેદાનમાં ઉતાર્યા છે. આ સાથે ઈટાવાના રઘુરાજ શાક્યને શિવપાલ યાદવની ખૂબ નજીક માનવામાં આવે છે.
રઘુરાજ શાક્ય 2 વખત સપા તરફથી સાંસદ રહી ચૂક્યા છે અને ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. મેનપુરી લોકસભા પેટાચૂંટણીમાં સપાના ડિમ્પલ યાદવ અને બીજેપીના રઘુરાજ શાક્ય વચ્ચે સીધી સ્પર્ધા જોવા મળશે.

મુલાયમ સિંહના નિધન બાદ ખાલી પડી હતી મેનપુરી સીટ
મેનપુરી લોકસભા સીટ સમાજવાદી પાર્ટીના સ્થાપક અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવના નિધન બાદ ખાલી પડી હતી. મેનપુરી સીટ પર યોજાનારી પેટાચૂંટણી માટે 5 ડિસેમ્બરના રોજ મતદાન થશે અને મતગણતરી 8 ડિસેમ્બરના રોજ થશે.

ભાજપના વિધાનસભા સીટના ઉમેદવારો
ભારતીય જનતા પાર્ટીએ રામપુર વિધાનસભા પેટાચૂંટણી માટે આકાશ સક્સેનાને ટિકિટ આપી છે, જ્યારે રાજકુમારી સૈનીને મુઝફ્ફરનગરનીખતોલી બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા છે.
આ સિવાય ભાજપે રાજસ્થાનની સરદારશહેર બેઠક પરથી અશોક કુમાર પિંચાને મેદાનમાંઉતાર્યા છે.
આ સિવાય પાર્ટીએ બિહારની કુર્હાની સીટથી કેદાર પ્રસાદ ગુપ્તા અને છત્તીસગઢની ભાનુપ્રતાપપુર સીટથી બ્રહ્માનંદ નેતામનેમેદાનમાં ઉતાર્યા છે.

5 ડિસેમ્બરના રોજ યોજાશે મતદાન
ઉત્તર પ્રદેશની મૈનપુરી લોકસભા સીટ, રામપુર અને ખતોલી વિધાનસભા સીટ પર યોજાનારી પેટાચૂંટણી માટે 5 ડિસેમ્બરના રોજ મતદાન થશે.
આ ઉપરાંત રાજસ્થાનની સરદારશહેર વિધાનસભા બેઠક, બિહારની કુર્હાની વિધાનસભા બેઠક અને છત્તીસગઢની ભાનુપ્રતાપપુર વિધાનસભા બેઠક માટે પણ 5 ડિસેમ્બરના રોજ મતદાન થશે. આ તમામ બેઠકોની મતગણતરી 8 ડિસેમ્બરના રોજ થશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
