UPના અલીગઢમાં પુલ નીચે બસ ખાબકી, 1નુ મોત, કેટલાય ઘાયલ
ઉત્તર પ્રદેશના અલીગઢમાં એક બસ કાબૂ બહાર જઈને પુલ પરથી નીચે પડી ગઈ હતી. આ અકસ્માતમાં એક પ્રવાસીનું મોત થયું હતું, જ્યારે એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા હતા. માહિતી મળતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. રાહત અને બચાવ ક
ઉત્તર પ્રદેશના અલીગઢમાં એક બસ કાબૂ બહાર જઈને પુલ પરથી નીચે પડી ગઈ હતી. આ અકસ્માતમાં એક પ્રવાસીનું મોત થયું હતું, જ્યારે એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા હતા. માહિતી મળતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે, જ્યારે અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

રોડવેઝની બસ ફરુખાબાદથી દિલ્હી જઈ રહી હતી
મળતી માહિતી મુજબ પોલીસ સ્ટેશન રોરાવર વિસ્તારમાં NH-91 રિંગ રોડ ફ્લાયઓવર પર આ અકસ્માત થયો હતો. ફર્રુખાબાદથી મુસાફરોને લઈને દિલ્હી જઈ રહેલી રોડવેઝની બસ પુલ પરથી નીચે પડી ગઈ હતી. આ અકસ્માતમાં એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું છે. બસમાં સવાર 20 જેટલા લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે જિલ્લા હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે.
બસમાં 40 મુસાફરો સવાર હતા, જેમાં એક મહિલાનું મોત થયું હતું
જણાવવામાં આવી રહ્યું છે કે રોઝવેઝ બસ 40 મુસાફરોને લઈને ફર્રુખાબાદથી દિલ્હી જઈ રહી હતી. બસ જેવી જ રોરાવર વિસ્તારમાં ઇલાના ફેક્ટરી પાસે NH 91 રિંગ રોડ ફ્લાયઓવર પર પહોંચી કે તે બેકાબૂ થઈને નીચે પડી ગઈ. એસપી સિટી કુલદીપ સિંહ ગુણવતે જણાવ્યું કે, માહિતી પર પહોંચેલી પોલીસે બસમાં ફસાયેલા બે ડઝન ઘાયલ લોકોને બચાવ્યા અને તેમને સારવાર માટે ઠાકુર મલખાન સિંહ જિલ્લા હોસ્પિટલમાં મોકલ્યા, જ્યાં ડૉક્ટરોએ એક મહિલાને મૃત જાહેર કરી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
