હિમાચલના ચંબામાં બસ ખીણમાં પડી જતા 7ના મોત, 10 ઘાયલ, મૃતકોના પરિવારને 4-4 લાખના વળતરનુ એલાન
હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં બુધવારની સવારે દૂર્ગમ વિસ્તાર તીસામાં એક ખાનગી બસ અનિયંત્રિત થઈને ખીણમાં પડી ગઈ.
ચંબાઃ હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં બુધવારની સવારે દૂર્ગમ વિસ્તાર તીસામાં એક ખાનગી બસ અનિયંત્રિત થઈને ખીણમાં પડી ગઈ. માહિતી મુજબ બસમાં લગભગ 20 લોકો સવાર હતા. દૂર્ઘટનામાં સાત લોકોના ઘટના સ્થળે જ મોત થઈ ગયા હતા. વળી, લગભગ 10 લોકો ગંભીર રીતે ઘાયલ થઈ ગયા છે. પોલિસના જણાવ્યા અનુસાર પોલિસે ઘાયલોને હોસ્પિટલમાં ભરતી કરાવ્યા છે. પોલિસ અને પ્રશાસનના અધિકારી સાથે સ્થાનિક લોકો પણ બચાવ કાર્યમાં લાગી ગયા છે. મુખ્યમંત્રી જયરામ ઠાકુરે દૂર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યુ છે. મુખ્યમંત્રીએ કહ્યુ કે દૂર્ઘટનામાં મૃતકોના પરિવારને ચાર-ચાર લાખ રૂપિયાની આર્થિક સહાય કરવામાં આવશે. આ ઉપરાંત ઘાયલોને પણ દરેક સંભવ મદદ કરવામાં આવશે.

માહિતી મુજબ બુધવારે સવારે લગભગ 10 વાગે તીસાના કૉલોની વળાંક પર બસ નિયંત્રણ ગુમાવીને ખીણમાં પડી ગઈ. બસમાં લગભગ 20 લોકો સવાર હતા. બસમાં કૉલેજના સ્ટુડન્ટ્સ પણ સવાર હતા. દૂર્ઘટના એટલી ભીષણ હતી કે બસના ફૂરચેફૂરચા ઉડી ગયા. બસની છત અને સીટો પણ અલગ અલગ થઈ ગઈ. દૂર્ઘટના બાદ સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચ્યા અને મામલાની સૂચના પોલિસને આપી. પોલિસે ઘટના સ્થળે પહોંચીને રેસ્ક્યુ ઑપરેશન શરૂ કર્યુ. પોલિસે અત્યાર સુધી સાત શબ મેળવ્યા છે. વળી, લગભગ 10 લોકો ઘાયલ જણાવાઈ રહ્યા છે. પોલિસે ઘાયલોને હોસ્પિટલમાં ભરતી કરાવ્યા છે.
મૃતકોના પરિવારને 4-4 લાખ રૂપિયાની આર્થિક મદદનુ એલાન
મુખ્યમંત્રી જયરામ ઠાકુરે દૂર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યુ છે. મુખ્યમંત્રીએ કહ્યુ કે દૂર્ઘટનામાં મૃતકોના પરિવારને 4-4 લાખ રૂપિયાની આર્થિક મદદ આપવામાં આવશે. આ ઉપરાંત ઘાયલોને પણ દરેક સંભવ મદદ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે 10 માર્ચે ચંબા પઠાણકોટ માર્ગ પર બસ દૂર્ઘટના થઈ હતી. કાંદુ પાસે એચઆરટીસીની બસ દૂર્ઘટનાનો શિકાર થઈ ગઈ હતી. આ દૂર્ઘટનામાં છ લોકોના મોત થઈ ગયા હતા જ્યારે 34 લોકો ઘાયલ થયા હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
