બુરાડી કેસમાં વધુ એક ખુલાસો, 11 માંથી એક વ્યકતિએ કરી હતીં બચવાની કોશિશ
દિલ્હીના બુરાડીમાં થયેલા 11 લોકોની મૌતના રહસ્યમાં એક પછી એક નવા ખુલાસા સામે આવી રહ્યા છે.
દિલ્હીના બુરાડીમાં થયેલા 11 લોકોની મૌતના રહસ્યમાં એક પછી એક નવા ખુલાસા સામે આવી રહ્યા છે. અંધવિશ્વાસને કારણે 11 લોકોની મૌત થવાના કેસમાં પોલીસને રોજ નવા નવા પુરાવાઓ મળી રહ્યા છે, જેને કારણે આ કેસ વધુ ગુંચવાઈ રહ્યો છે. પોલીસને હવે શંકા છે કે એક વ્યક્તિએ અંતિમ સમયે પોતાને બચાવવાની કોશિશ કરી હતી. પોલીસે જણાવ્યું છે કે ફોરેન્સિક એક્સપર્ટ અનુસાર 50 વર્ષના ભવનેશ ભાટિયાએ અંતિમ સમયે પોતાને બચાવવાની કોશિશ કરી હતી.

50 વર્ષનો ભવનેશ
આખા મામલાની તપાસ કરી રહેલી પોલીસને શંકા છે કે ભવનેશ ભાટિયાએ અંતિમ સમયે પોતાને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. 50 વર્ષનો ભવનેશ મરવા માંગતો ના હતો અને મૌતથી બચવા માટે તેને પોતાને છોડાવવા માટે પણ પ્રત્યન કર્યો હતો. પોલીસનું સંદેહ કરવા માટે મુખ્ય કારણ છે કે તેના હાથ ઢીલા બંધાયેલા હતા. પોલીસે જણાવ્યું કે ફોરેન્સિક એક્સપર્ટ અનુસાર ભવનેશ ઘ્વારા ફાંસીથી પોતાને બચાવવા માટે કોશિશ કરવામાં આવી હતી.

મોઢા પરથી ટેપ હટી
એક અન્ય પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર ભવનેશ ભાટિયાના મોઢા પરથી ટેપ પણ થોડી હટી ગયી હતી. જેના ઘ્વારા સંદેહ થાય છે કે તેને અંતિમ સમયે પોતાને બચાવવાનો પ્રત્યન કર્યો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર તેના પગ જમીનને અડી રહ્યા હતા.

5 દિવસથી હતી વિશેષ પૂજાની તૈયારી
દિલ્હી પોલીસને આ કેસમાં અત્યારસુધી જેટલા પણ પુરાવા મળ્યા છે તેના ઘ્વારા આ વાત સ્પષ્ટ છે કે આખો મામલો અંધવિશ્વાસ સાથે જોડાયેલો છે. પોલીસને આ કેસમાં કુલ 4 સીસીટીવી કેમેરાની ફૂટેજ પણ મળી આવી છે. આ ફૂટેજમાં ચોખ્ખુ દેખાઈ રહ્યુ છે કે ભાટિયા પરિવારની મોટી વહુ સવિતા અને તેની દીકરી નીતુ બહારથી પાંચ સ્ટુલ લઈને ઘરની અંદર જઈ રહ્યા છે. આ એ જ સ્ટુલ છે જે ઘટના બાદ પોલિસને મૃતદેહો પાસેથી મળી આવ્યા હતા. પોલિસ હવે એ વાતની તપાસમાં લાગી છે કે ભાટિયા પરિવારની વહુ સવિતા અને તેની દીકરી નીતુ આ સ્ટુલ ક્યાંથી લાવી હતી.

સાધના માટે શનિવારનો દિવસ પસંદ કર્યો
રજીસ્ટરમાં લખ્યું હતું કે સાધના મંગળવાર, ગુરુવાર, શનિવાર અને રવિવાર કોઈ પણ દિવસે કરી શકાય છે. શનિવારને સૌથી સારો દિવસ માનવામાં આવ્યો છે અને રજીસ્ટરમાં લખ્યું છે કે તે સૌથી ઉચિત દિવસ છે. પોલીસનું હાલનું માનવું છે કે રજીસ્ટરમાં લલિતની રાઇટિંગ છે.

રાત્રે 1 વાગ્યા પછી સાધના
રજીસ્ટરમાં લખ્યું હતું કે શનિવારે રાત્રે 1 વાગ્યા પછી સાધના કરવામાં આવશે. સાધના પહેલા નાહવાનું નથી, ફક્ત હાથ અને પગ ધોઈને બેસવાનું છે. ત્યારપછી બધા પોતાના હાથ અને પગ જાતે બાંધશે. વૃદ્ધ માતા વિશે જણાવવામાં આવ્યું કે સાધના માટે તેઓ સ્ટૂલ પર નહીં ચઢી શકે અને વધારે સમય ઉભા પણ નહીં રહી શકે. એટલા માટે તેમની સાધના બીજા રૂમમાં થશે.

બધા મોબાઈલ મંદિર પાસે રાખો
સાધના પહેલા બધાએ મોબાઈલ સાઇલેન્ટ મોડમાં રાખીને મંદિર પાસે મૂકી દીધા. સાધના સમયે ગળામાં બાંધવા માટે કોણે કઈ ચુનરીનો ઉપયોગ કરવાનો છે તેના વિશે પણ રજીસ્ટરમાં લખ્યું હતું. સાધના સમયે કોઈને પણ ચહેરા પર ડર નહીં હોવો જોઈએ એટલા માટે આંખ અને કાન બંધ કરવા પડશે. મોક્ષ મેળવવા માટે જીવન ત્યાગનું કષ્ટ સહન કરવું પડશે. રજીસ્ટરમાં લખ્યું હતું કે બધા જ લોકો ફાંસી લગાવી લેશે તો ભગવાન પ્રગટ થશે અને બધાને બચાવી લેશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?











Click it and Unblock the Notifications
