ઠાકુરોના ઘરની બહાર કાગળો ફેંક્યા, જય ભીમ બોલવું પડશે
ઉત્તરપ્રદેશમાં કેટલાક અરાજક તત્વો ઘ્વારા માહોલ ખરાબ કરવાની કોશિશ કરવામાં આવી છે.
ઉત્તરપ્રદેશમાં કેટલાક અરાજક તત્વો ઘ્વારા માહોલ ખરાબ કરવાની કોશિશ કરવામાં આવી છે. ગયા શુક્રવારે બુલંદશહેરમાં કેટલાક અજ્ઞાત લોકોએ ઠાકુર સમુદાયના લોકોના ઘરની બહાર કાગળો ફેંક્યા હતા. આ કાગળો પર લખ્યું હતું કે ઠાકુરોને જય ભીમ બોલવું પડશે. આ આખો મામલો બુલંદશહેરના સબદલપુર ગામનો જણાવવામાં આવી રહ્યો છે. આ ઘટનાને કારણે આખા વિસ્તારમાં ઘણો તણાવનો માહોલ પેદા થઇ ગયો છે. ઠાકુર પરિવારે પોલીસમાં તેની ફરિયાદ પણ નોંધાવી છે.
આ પણ વાંચો: લાખો રૂપિયા ભરેલી બેગ કચરાપેટીમાં નાખીને ભાગી ગઈ મહિલા

બુલંદશહેરમાં બે સમુદાયો વચ્ચે તણાવ
આ આખા મામલે એક અધિકારી ઘ્વારા જણાવવામાં આવ્યું કે લગભગ બે ડઝન ઠાકુર સમુદાયના લોકો શનિવારે સવારે નરસેના પોલીસ સ્ટેશને આવ્યા, જ્યાં તેમને ફરિયાદ નોંધાવી. ઠાકુર સમુદાયના લોકો ઘ્વારા આરોપ લગાવવામાં આવ્યો કે તેમાં દલિત સમુદાયના લોકો શામિલ છે. તેમને આરોપીઓની તત્કાલ ધરપકડની માંગ કરતા પ્રદર્શન પણ કર્યું.

પોલીસે કાર્યવાહીનું આશ્વાશન આપ્યું
ઠાકુર સમુદાયના લોકોની ફરિયાદ પછી દલિત સમુદાયના લોકો પણ પોલીસ સ્ટેશને આવ્યા જ્યાં તેમને જણાવ્યું કે તેમાં તેમનો કોઈ જ હાથ નથી. બંને પક્ષો ઘ્વારા પોલીસને લિખિતમાં આપવામાં આવ્યું કે તેઓ શાંતિ બનાવી રાખશે. જયારે પોલીસે પણ આ મામલે યોગ્ય કાર્યવાહી કરવાનું આશ્વાશન આપ્યું છે.

દલિત સમુદાય પર આરોપ લાગ્યો
આખી ઘટના પછી વિસ્તારમાં તણાવ ફેલાઈ ગયો છે. ફરિયાદ મળ્યા પછી પોલીસે તપાસ ચાલુ કરી દીધી છે. પોલીસે જણાવ્યું કે દોષીઓ સામે કેસ નોંધવામાં આવશે. તેની સાથે સાથે પોલીસે બંને સમુદાયને શાંતિ બનાવી રાખવા માટે પણ અપીલ કરી છે.












Click it and Unblock the Notifications
