Budget 2024, Income Tax: મધ્યમ વર્ગને મળી નિરાશા, ટેક્સ સ્લેબમાં કોઇ ફેરફાર નહીં
Budget 2024, Income Tax: કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે મોદી સરકારના બીજા કાર્યકાળનું વચગાળાનું બજેટ રજૂ કર્યું છે. બજેટમાં નાણાં મંત્રીએ ટેક્સ સ્લેબમાં કોઇ બદલાવની જાહેરાત કરી નથી. જે કારણે મધ્યમ વર્ગની આશાઓ પર પાણી ફરી વળ્યું છે.
નાણાં મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. હાલમાં આવકવેરા ભરનારાઓને કોઈ રાહત આપવામાં આવી નથી. ચૂંટણીના વર્ષમાં મધ્યમ વર્ગને આ અંગે ઘણી અપેક્ષાઓ હતી, પરંતુ સરકારે અગાઉના વચગાળાના બજેટની પરંપરા જાળવી રાખી છે.
નાણાપ્રધાને કહ્યું કે, સરકારે નવી કર વ્યવસ્થા માટે કર મર્યાદા વધારીને રૂપિયા 7 લાખ કરી છે. રિટર્ન ફાઈલ કરનારાઓમાં 2.4 ગણો વધારો થયો છે. અમારો ઉદ્દેશ્ય ટેક્સ રિટર્ન કરનારાઓની સંખ્યામાં વધારો કરવાનો છે. હાલમાં ટેક્સ રિટર્ન ફાઇલ કરનારાઓને ઝડપથી તેમના રિફંડ મળી રહ્યા છે.

નિર્મલા સીતારમણે કહ્યું કે, પ્રત્યક્ષ અને પરોક્ષ કરમાં કોઈ ફેરફાર નથી. પરંપરા મુજબ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આયાત ડ્યુટીમાં પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આવકવેરો ભરવાની પ્રક્રિયાને સરળ બનાવવામાં આવી છે. રિફંડ પણ તાત્કાલિક જારી કરવામાં આવે છે. GST કલેક્શન બમણું થયું છે. GST સાથે પરોક્ષ કર પ્રણાલીમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
નિર્મલા સીતારમણે કહ્યું કે, 10 વર્ષમાં ડાયરેક્ટ ટેક્સ કલેક્શન ત્રણ ગણું વધ્યું છે. કરદાતાઓમાં 2.4 ગણો વધારો થયો છે. દેશના વિકાસમાં કરદાતાઓના યોગદાનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અમે કરદાતાઓની પ્રશંસા કરીએ છીએ. સરકારે ટેક્સના દરમાં ઘટાડો કર્યો છે.
નવી સિસ્ટમ ટેક્સ સ્લેબ
- 3 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે
- 3-6 લાખ રૂપિયાની આવક પર - 5 ટકા ટેક્સ વસૂલવામાં આવશે (કલમ 87A હેઠળ કર મુક્તિ ઉપલબ્ધ છે)
- 6-9 લાખ રૂપિયાની આવક પર 10 ટકા ટેક્સ વસૂલવામાં આવશે (7 લાખ સુધીની આવક પર કલમ 87A હેઠળ કર મુક્તિ ઉપલબ્ધ છે)
- 9-12 લાખની વચ્ચેની આવક પર -15 ટકા
- 12-15 લાખ રૂપિયાની આવક પર 20 ટકા
જૂની સિસ્ટમના ટેક્સ સ્લેબ
- જૂની ટેક્સ સિસ્ટમ હેઠળ, 2.5 સુધીની આવકને કરવેરામાંથી મુક્તિ આપવામાં આવી હતી.
- જૂની ટેક્સ સિસ્ટમ હેઠળ, 2.5 થી 5 લાખ વચ્ચેની આવક પર 5 ટકાના દરે ટેક્સ લાગતો હતો.
- જૂની સિસ્ટમમાં 5 લાખથી 10 લાખની વચ્ચેની વ્યક્તિગત આવક પર 20 ટકાના દરે ટેક્સ લાગતો હતો.
- જૂની સિસ્ટમ હેઠળ 10 લાખ રૂપિયાથી વધુની વ્યક્તિગત આવક પર 30 ટકાના દરે ટેક્સ લાગતો હતો.
- જૂની કર વ્યવસ્થામાં, 60 વર્ષથી વધુ વયના પરંતુ 80 વર્ષથી ઓછી વયના વરિષ્ઠ નાગરિકો માટે આવકવેરા મુક્તિ મર્યાદા 3 લાખ સુધીની હતી.
- 80 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો માટે 5 લાખ સુધી કરમુક્તિ












Click it and Unblock the Notifications
