Budget 2024: લખપતિ દીદી યોજના અંગે મોદી સરકારની મોટી જાહેરાત, 3 કરોડનો લક્ષ્યાંક
Budget 2024, Lakhpati Didi Scheme: લોકસભામાં આજે નાણાં મંત્રી નિર્મલા સીતારમણે વચગાળાનું બજેટ રજૂ કર્યું છે. અત્યાર સુધીમાં બજેટમાં ઘણી યોજનાઓ અંગે જાહેરાત કરવામાં આવી છે. આ વચ્ચે નાણાં મંત્રીએ લખપતિ દીદી યોજનાને લઇને ઘણી મહત્વની જાણકારી આપતા જણાવ્યું હતું કે, મોદી સરકાર આ યોજનાનું લક્ષ્ય 2 કરોડથી વધારીને 3 કરોડ કરી દીધો છે.
નાણામંત્રીએ બજેટમાં પોતાના ભાષણ દરમિયાન લખપતિ દીદી યોજના (Lakhpati Didi Yojana) નો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, આ યોજનાએ 1 કરોડ મહિલાઓનું જીવન બદલી નાખ્યું છે. તેનાથી મહિલાઓમાં આત્મનિર્ભરતા આવી છે.

લખપતિ દીદી યોજના હેઠળ અત્યાર સુધીમાં 1 કરોડ મહિલાઓને લખપતિ દીદી બનાવવામાં આવી છે. હવે સરકારે નિર્ણય લીધો છે કે, લખપતિ યોજનાનું બજેટ 2 કરોડથી વધારીને 3 કરોડ રૂપિયા કરવામાં આવશે.
શું છે લખપતિ દીદી યોજના?
ઉલ્લેખનીય છે કે, લખપતિ દીદી યોજના (Lakhpati Didi Yojana) નો ઉદ્દેશ્ય સમાજ, રાજ્ય અને દેશમાં મહિલાઓને સમૃદ્ધ બનાવવા અને તેમને આર્થિક સહાય પૂરી પાડવાનો છે. આ યોજનાથી મહિલાઓ પોતાનું કામ કરીને પોતાની આર્થિક સ્થિતિમાં સુધારો કરી શકશે.
લખપતિ દીદી યોજના અંતર્ગત એક મોટી જાહેરાત કરવામાં આવી છે, જેમાં તેના માટેનો લક્ષ્યાંક વધારીને 3 કરોડ રૂપિયા કરવામાં આવ્યો છે. જેનાથી મહિલાઓ પોતાનો ઉદ્યોગ શરૂ કરીને પોતાનું ગુજરાન ચલાવી શકે છે.
સરકારનો દાવો છે કે, આ યોજનાથી અત્યાર સુધીમાં 1 કરોડ મહિલાઓના જીવનમાં પરિવર્તન આવ્યું છે.












Click it and Unblock the Notifications
