બજેટ 2019: મોદી સરકારના આ બજેટમાં મહિલાઓને શું મળ્યુ?
નાણામંત્રીએ પોતાના વચગાળાના બજેટ ભાષણમાં મહિલાઓને તેમની સરકાર દ્વારા આપવામાં આવેલી અત્યાર સુધીની ઉપલબ્ધિઓ જ ગણાવી.
નાણામંત્રી પિયુષ ગોયલે મોદી સરકારનું પાંચમુ અને અંતિમ બજેટ શુક્રવારે રજૂ કર્યુ. આ બજેટમાં સરકારે મધ્યમ વર્ગ, ખેડૂતો અને મજૂરો માટે ઘણી યોજનાઓનું એલાન કર્યુ. મહિલાઓને પણ આ વચગાળાના બજેટથી ઘણી અપેક્ષાઓ હતી. પરંતુ સરકાર તરફથી કોઈ ખાસ ઘોષણા ના કરાયા બાદ મહિલાઓને નિરાશા મળી છે. નાણામંત્રીએ પોતાના વચગાળાના બજેટ ભાષણમાં મહિલાઓને તેમની સરકાર દ્વારા આપવામાં આવેલી અત્યાર સુધીની ઉપલબ્ધિઓ જ ગણાવી.

નાણામંત્રીએ કહ્યુ કે તેમની સરકારે ઉજ્વલા યોજના હેઠળ 8 કરોડ એલપીજી ગેસ કનેક્શન મફત વહેંચવાનું કામ કર્યુ. આ યોજનામાં અત્યાર સુધી 6 કરોડ મફત ગેસ કનેક્શન આપવામાં આવી ચૂક્યા છે. આવતા વર્ષે બાકી રહેલા ગેસ કનેક્શન પણ આપવામાં આવશે જે બાદ આંકડો 8 કરોડનો થઈ જશે. આ ઉપરાંત ગર્ભવતી મહિલાઓ માટે માતૃવંદના યોજના લાગુ કરવામાં આવી છે. મોદી સરકારે 2018ના બજેટમાં મહિલાઓ પર વધુ ફોકસ રાખ્યુ હતુ પરંતુ આ બજેટમાં મહિલાઓને વધુ કંઈ મળ્યુ નથી.
તેમણે કહ્યુ કે પ્રધાનમંત્રી મુદ્રા યોજનાનો સૌથી વધુ લાભ મહિલાઓને થયો. 70 ટકા મહિલાઓને મુદ્રા યોજનાના ગિરવી રાખ્યા વિનાની લોન મળી રહી છે. નાણામંત્રી પિયુષ ગોયલે કહ્યુ કે મોદી સરકારે મહિલાઓને 26 સપ્તાહ માતૃત્વ રજાની શરૂઆત કરી, આ સાથે તેમણે માતૃવંદના યોજનાનો પણ ઉલ્લેખ કર્યો. મહિલા સુરક્ષા અને સશક્તિકરણ મિશન માટે 1330 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. એવામાં 2018-19 ના સંશોધિત અનુમાન મુકાબલે 174 કરોડ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. નોકરિયાત લોકોની વાર્ષિક આવક 5 લાખ રૂપિયા સુધી છે તો તેમને કોઈ ટેક્સ નહિ ભરવો પડે. ભાડા માટે ટીડીએસની થ્રેસહોલ્ડ 1.80 લાખ રૂપિયાથી વધીને 2.40 લાખ રૂપિયા કરવામાં આવી, બીજા ઘરથી મળનાર નોશનલ રેંટ પર પણ કોઈ ટેક્સ નહિ લાગે. વળી પેન્શન સ્કીમનું એલાન. દર મહિને 100 રૂપિયા જમા કરાવવા પર મળશે 3000 રૂપિયા પેન્શન.












Click it and Unblock the Notifications
