ગરીબો અને જરૂરિયાતમંદોને મફતમાં વેક્સીન લગાવવાનુ એલાન કરે સરકાર, આંબેડકર જયંતિ પર બોલ્યા માયાવતી
બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ તેમજ યુપીના પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ આંબેડકર જયંતિ પર મીડિયાને સંબોધિત કર્યા.
લખનઉઃ બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ તેમજ યુપીના પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ આંબેડકર જયંતિ પર મીડિયાને સંબોધિત કર્યા. માયાવતીએ પ્રેસ કૉન્ફરન્સ કરીને કહ્યુ કે આજેનો દિવસ બહુ જ ખાસ છે કારણકે આજના જ દિવસે બસપાની સ્થાપના થઈ. બસપા બાબા સાહેબના મિશનને આગળ વધારી રહ્યુ છે. આ દરમિયાન માયાવતીએ કહ્યુ કે કેન્દ્ર અને અન્ય બધી રાજ્ય સરકારોએ ગરીબોને મફત વેક્સીન લગાવવાનુ એલાન કરવુ જોઈએ.

બસપા અધ્યક્ષ માયાવતીએ બુધવારે પ્રેસ કૉન્ફરન્સ કરીને કહ્યુ કે કેન્દ્ર સરકારે 14 એપ્રિલ સુધી કોવિડ-19 વેક્સીન લગાવવાને ઉત્સવ તરીકે મનાવવાનુ જે વિશેષ અભિયાન ચલાવ્યુ છે તે સારી વાત છે. પરંતુ જો આ ઉત્સવ દેશના ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ફ્રીમાં વેક્સીન લગાવવાના રૂપમાં મનાવવામાં આવતુ તો તે વધુ યોગ્ય ગણાત. હું બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકર જયંતિ પર કેન્દ્ર અને રાજ્ય સરકારોને અનુરોધ કરુ છુ કે તે આજે આખા દેશમાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને વેક્સીન મફતમાં લગાવાનો નિર્ણય લે અને એલાન કરે.
પ્રિયંકા ગાંધીએ પણ કર્યા નમન
કોંગ્રેસ મહાસચિવ તેમજ ઉત્તર પ્રદેશ પ્રભારી પ્રિયંકા ગાંધીએ પણ ટ્વિટ કરીને બાબા સાહેબ આંબેડકરને નમન કર્યા છે. પ્રિયંકા ગાંધી ગાંધીએ લખ્યુ, 'બાબા સાહેબ આંબેડકરે સમતા, સામાજિક ન્યાય, સંગઠન, શિક્ષણ તેમજ સંઘર્ષને એક મિશન બનાવવાની વાત કહી. આપણા જીવનના દરેક દિવસ બાબા સાહેબના મિશનને પૂરુ કરવા માટે સંઘર્ષનો દિવસ છે. ભીમરાવ આંબેડકર બાબા સાહેબ આંબેડકરને સાદર નમન.'
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા








Click it and Unblock the Notifications
