ભાજપના વરિષ્ઠ નેતા અને કર્ણાટકના પૂર્વ સીએમ બીએસ યેદિયુરપ્પા સામે જાતીય શોષણનો કેસ દાખલ
BS Yediyurappa POCSO Case: કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા પર 17 વર્ષની સગીરાએ યૌન ઉત્પીડનની ફરિયાદ બાદ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ, 2012 (POCSO)ની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કેસ ગુરુવારે મોડી રાત્રે બેંગલુરુના સદાશિવનગર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવ્યો હતો.
આ કેસ POCSOની કલમ 8(જાતીય શોષણ) અને ભારતીય દંડ સંહિતાની કલમ 354 A (કોઈપણ મહિલા પર હુમલો અથવા ગુનાહિત બળનો ઉપયોગ) હેઠળ દાખલ કરવામાં આવ્યો છે.

એફઆઈઆરના આધારે, આ ઘટના 2 ફેબ્રુઆરીએ બની હતી જ્યારે સગીર અને તેની માતા સહાય મેળવવા પૂર્વ મુખ્યમંત્રીના નિવાસસ્થાને ગયા હતા. સગીર પર જાતીય હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે તેના પરિવારને બીજેપી નેતાની મદદ લેવા ગયા હતા. જ્યાં બીજેપી નેતાએ એક રૂમમાં સગીરનું યૌન શોષણ કરવાનો આરોપ પીડિતાની માતાએ લગાવ્યો છે.
હાલમાં બીએસ યેદિયુરપ્પાએ આરોપો અંગે કોઈ જાહેર નિવેદન જાહેર કર્યું નથી. જોકે, ટાઈમ્સ નાઉએ સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે જાતીય સતામણીની કથિત ઘટના 2 ફેબ્રુઆરી, 2024ના રોજ બની હતી, જ્યારે માતા અને ફરિયાદી (17 વર્ષની સગીરા) યૌન ઉત્પીડનના અન્ય કેસમાં મદદ લેવા યેદિયુરપ્પા પાસે ગયા હતા.
POCSO એક્ટ 2012 હેઠળ લઘુત્તમ સજા 3 વર્ષની છે. જો કે, આ જે કલમ હેઠળ ગુનો આવે છે તેને આધીન છે. ઉદાહરણ તરીકે, કલમ 4 હેઠળ, 16 વર્ષથી ઓછી ઉંમરના સગીરના જાતીય શોષણ માટે કોર્ટ દ્વારા નિર્ધારિત લઘુત્તમ સજા 20 વર્ષની કેદ અને દંડ છે.
Bengaluru | An FIR has been filed against former Karnataka Chief Minister BS Yediyurappa for allegedly sexually assaulting a minor girl. A case has been registered under POCSO and 354 (A) IPC against him.
— ANI (@ANI) March 15, 2024
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
