ચાર્જ થઈ રહેલા મોબાઈલમાં બ્લાસ્ટ થતા 4 બાળકોના જીવ ગયા, પિતાની હાલત ગંભીર, જાણો ક્યાંની છે ઘટના?
મોબાઈલ બ્લાસ્ટ થવાની ઘણી ઘટનાઓ તમે સમાચારમાં સાંભળી હશે.આવી ઘટનાઓમાં સામાન્ય ઈજાઓ થતી હોય છે. જો કે ઉત્તર પ્રદેશમાં મોબાઈલ બ્લાસ્ટે 4 બાળકોના જીવ લીધા છે.
યુપીના મેરઠમાં એક ઘરમાં મોબાઈલ ચાર્જ વખતે શોર્ટ સર્કિટના કારણે મોટો અકસ્માત સર્જાયો છે. શોર્ટ સર્કિટના કારણે આ અકસ્માતમાં વિસ્ફોટ સાથે અચાનક આગ લાગી અને ચાર બાળકોના મોત થયા છે.

આ ઘટના શનિવારે રાત્રે મેરઠના પલ્લવપુરમ પોલીસ સ્ટેશન વિસ્તારની જનતા કોલોનીમાં બની. મોબાઈલ ચાર્જ કરતી વખતે શોર્ટ સર્કિટ થતા મોબાઈલ જોરથી ધડાકા સાથે ફાટ્યો. આ દરમિયાન ઘરમાં આગ લાગી ગઈ. ચાર બાળકો મોત નીપજ્યા છે, જ્યારે માતા-પિતાને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
અકસ્માતને કારણે અસરગ્રસ્ત પરિવાર મૂળ મુઝફ્ફરનગરનો છે અને મેરઠમાં જનતા કોલોનીમાં ભાડાના મકાનમાં રહેતો હતો. પરિવાર મજુરી કરીને ગુજરાન ચલાવે છે.
અહેવાલો અનુસાર, અકસ્માત ત્યારે થયો જ્યારે પિતા ઘરમાં હતા અને તેની પત્ની અને બાળકોની માતા રસોઈ બનાવી રહી હતી. પુત્રી સારિકા (10), નિહારિકા (8), પુત્ર ગોલુ (6) અને પુત્ર કાલુ (5) જે રૂમમાં મોબાઈલ ચાર્જ કરવામાં આવી રહ્યો હતો ત્યાં હતા. રૂમમાં જ બોર્ડ પર મોબાઈલ ચાર્જ થઈ રહ્યો હતો.
આ દરમિયાન ચાર્જરમાં અચાનક શોર્ટ સર્કિટ થતાં એક સ્પાર્ક નીકળીને બેડ પરના ફોમ મેટ્રેસ પર પડ્યો. થોડીવારમાં આગ આખા રૂમમાં ફેલાઈ ગઈ. આ દરમિયાન બધાને ઘરની બહાર કાઢ્યા અને ગંભીર હાલતને કારણે તમામ દર્દીઓને મેરઠની લાલા લજપત રાય મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવ્યા. પરંતુ ગંભીર રીતે દાઝી ગયેલા ચારેય બાળકોના મોત થઈ ગયા. ઘાયલ દંપતીની હાલત નાજુક છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
