પીએમ મોદીના જન્મદિવસે અડધી રાતે કાપવામાં આવ્યો 69 કિલોનો લાડુ, જાણો ક્યાં...
રાતે 12 વાગે રાજધાની દિલ્લીના ઈન્ડિયા ગેટ પર દિલ્લી ભાજપ અધ્યક્ષ અને સાંસદ મનોજ તિવારીની આગેવાનીમાં પીએમ મોદીને પ્રશંસકોએ આ જન્મદિવસની ઉજવણીની શરૂઆત કરી.
આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદ 69 વર્શના થઈ ગયા છે. સોમવારે રાતથી દેશના ઘણા ભાગોમાં પીએમ મોદીનો જન્મદિવસ ખૂબ ધામધૂમથી મનાવવામાં આવી રહ્યો છે. ભાજપ, પીએમ મોદીનો જન્મદિવસ દેશભરમાં સેવા દિવસ તરીકે મનાવી રહ્યુ છે. વળી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના જન્મદિવસ પર આજે પોતાના ગૃહરાજ્ય ગુજરાતમાં છે.

દિલ્લીમાં ઉજવણી
પરંતુ આ પહેલા રાતે 12 વાગે રાજધાની દિલ્લીના ઈન્ડિયા ગેટ પર દિલ્લી ભાજપ અધ્યક્ષ અને સાંસદ મનોજ તિવારીની આગેવાનીમાં પીએમ મોદીને પ્રશંસકોએ આ જન્મદિવસની ઉજવણીની શરૂઆત કરી. આ દરમિયાન કેક નહિ પરંતુ 69 કિલોનો લાડુ કાપીને પ્રશંસકોએ પોતાના પ્રિય પ્રધાનમંત્રીને જન્મદિવસની શુભકામના આપી.

આ છે કાર્યક્રમ
પ્રધાનમંત્રી મોદી આજે પોતાની માના આશીર્વાદ લેવા પહેલા ઘરે જશે. તમને જણાવી દઈએ કે પીએમ મોદીના મા 98 વર્ષના છે અને તે પોતાના નાના પુત્ર પંકજ મોદી સાથે રાયસીન ગામમાં રહે છે. ત્યારબાદ પીએમ મોદી નર્મદા નદી પર બનેલા સરદાર સરોવર ડેમ પણ જશે. ત્યારબાદ ગરુડેશ્વર ગામમાં સ્થિત દત્તાત્રેય મંદિરમાં દર્શન બાદ પીએમ મોદી કેવડિયામાં લોકોને સંબોધિત પણ કરશે કે જે અમદાવાદથી લગભગ 200 કિલોમીટર દૂર છે.

નમામિ નર્મદા મહોત્સવ
આ દરમિયાન પીએમ મોદી નમામિ નર્મદા મહોત્સવની પણ શરૂઆત કરશે. તમને જણાવી દઈએ કે આ સરદાર સરોવર ડેમનું નિર્માણ 131 અર્બન સેન્ટરના 9633 ગ્રામીણોને પીવાનુ પાણી આપવાના હેતુથી બનાવવામાં આવ્યુ છે. આની મદદથી 18.54 હેક્ટર ખેતરોની સિંચાઈનુ જળ મળશે કે જે 15 જિલ્લાઓના 3112 ગામો સુધી પહોંચશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
