રાજસ્થાનના રાજકીય ઉથલ-પાથલ પર ભાજપની નજર, જાણો સચિન પાયલટને લઇ શું છે પ્લાન
રાજસ્થાનના રાજકીય ઉથલ-પાથલ પર ભાજપની નજર, જાણો સચિન પાયલટને લઇ શું છે પ્લાન
નવી દિલ્હીઃ મધ્ય પ્રદેશ બાદ હવે રાજસ્થાનમાં રાજકીય ઘમાસાણ શરૂ થઇ ચૂક્યું છે. સીએમ અશોક ગેહલોતથી નારાજ સચિન પાયલટે ધારાસભ્યોને પોતાના ખેમામાં લઇ દિલ્હી પહોચી ગયા છે. આ દરમિયાન સમવારે જયપુરમાં પાર્ટી ધારાસભ્યોની બેઠક બોલાવવામાં આવી, જેમાં સચિન પાયલટને સપોર્ટ કરતા ધારાસભ્યોએ સામેલ થવાનો ઇનકાર કરી દીધો. રવિવારથી અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે સચિન પાયલટ ભાજપમાં સામેલ થશે, પરંતુ આ મામલે ભાજપનું શું સ્ટેન્ડ છે તે પણ એક સવાલ છે.

ભાજપ કોઇપણ નિર્ણય લેવાથી બચી રહ્યો છે
સૂત્રો મુજબ ભોપાલની જેમ જયપુરના રાજનૈતિક ઘટનાક્રમ પર ભાજપે નજર બનાવેલી છે. સાથે જ શું કોંગ્રેસની બગાવતનો ફાયદો ઉઠાવવામાં આવી શકે છે? તે સંભાવનાને પણ તલાશવામાં આવી રહી છે. ભાજપના એક વરિષ્ઠ નેતા મુજબ પાર્ટી હજી માત્ર સ્થિતિને જોઇ રહી છે, હાલ આ મામલે કોઇ પગલાં ઉઠાવવા તૈયાર નથી. ભાજપ ઇચ્છે છે કે સચિન પાયલટ પહેલા આગળ વધે.

ધર્મેન્દ્ર પ્રધાન સક્રિય થયા
જ્યારે રવિવારે સાંજે જયપુરથી લઇ દિલ્હી સુધી ભાજપમાં કેટલીય બેઠક થઇ. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પણ ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી. જ્યારે મધ્ય પ્રદેશમાં જ્યોતિરાદિત્ય સિંધિયા બાગી ધારાસભ્યો સાથે ભાજપમાં સામેલ થયા હતા, તો ધર્મેન્દ્ર પ્રધાને મહત્વની ભૂમિકા નિભાવી હતી. એવામાં અમિત શાહ સાથે તેમની બેઠક રાજસ્થાનના રાજનૈતિક ઘટનાક્રમ સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે. અશોક ગેહલોત સાથે મતભેદ બાદ સચિન પાયલટે ભાજપના વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત કરી હોવાની વાતનો પણ ભાજપના સૂત્રોએ ઇનકાર કરી દીધો.

કોંગ્રેસને માથે લટકતી તલવાર
ભાજપના સૂત્રો મુજબ સીએમ અશોક ગેહલોત કોંગ્રેસ હાઇકમાન્ડ સામે પતાની સ્થિતિ મજબૂત કરવા માંગે છે, જે કારણે તેઓ સચિન પાયલટ સાથે જોડાયેલી અફવા ફેલાવી રહ્યા છે. તેમના મુજબ ભાજપ હાલ બિલકુલ ઉતાવળમાં નથી, કેમ કે તેમને ખબર છે કે પાયલટ પાસે સરકાર પાડવા અને ભાજપની સરકાર બનાવવા માટે પર્યાપ્ત ધારાસભ્યોની સંખ્યા નથી. સૂત્રોએ કહ્યુંકે જ્યાં સુધી રાજસ્થાન કોંગ્રેસમાં મોટા પાયે તિરાડ નથી પડતી ત્યાં સુધી ભાજપ માટે કોઇ પગલાં ઉઠાવવામાં બેવકુફી ભર્યું હશે. મધ્ય પ્રદેશમાં ભાજપે સરકાર બનાવી લીધી, પરંતુ ત્યાં પડકારો હજી પણ સમાપ્ત નથી થયા, જે મંત્રીઓના વિભાગ વહેંચણી વખતે જોઇ શકાય છે. પાછલા કેટલાક વર્ષોમાં ભાજપે ઉત્તરાખંડ, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાની કોશિશ કરી હતી, પરંતુ મામલો ન્યાયપાલિકામાં પહોંચ્યો અને તેમણે બેકફુટ પર આવવું પડ્યું. રાજસ્થાનમાં પણ આવું થાય તેવું ભાજપ નથી ઇચ્છતો.

નંબર ગેમ શું છે?
રાજસ્થાન વિધાનસભામાંકોંગ્રેસના અશોક ગેહલોત અને સચિન પાયલટના કેમ્પના ધારાસભ્યો મેળવીને પાર્ટીની કુલ સંખ્યા 101 છે. આવી રીતે 200 ધારાસભ્યો વાળી વિધાનસભામાં પાર્ટી પાસે પોતાના દમ પર સ્પષ્ટ બહુમતી છે. વધારામાં અશોક ગેહલોતે બહુજન સમાજ પાર્ટીના 6 ધારાસભ્યોને પણ પોતાની પાર્ટીમાં સામેલ કરી લીધા છે. આવી રીતે કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા 107 થઇ ગઇ. ઉપરાંત કોગ્રેસની સહયોગી પાર્ટી રાષ્ટ્રીય લોક દળનો એક ધારાસભ્ય પણ પાર્ટી સાથે છે. એટલું જ નહિ ગેહલોત સરકારને 13 અપક્ષ ધારાસભ્યો, ભારતીય ટ્રાયબ પાર્ટીના 2 અને સીપીએમના 2 ધારાસભ્યોનું પણ સમર્થન પ્રાપ્ત છે. આવી રીતે વિધાનસભામાં ગેહલોત સરકાર પાસે હાલ કુલ 125 ધારાસભ્યોનું સમર્થન છે. એવામાં 107 ધારાસભ્યો વાળી કોંગ્રેસ પાર્ટીથી સચિન પાયલટ કાયદાકીય રીતેમાત્ર 30 ધારાસભ્યોને તોડીને અલગ ગ્રુપ ના બનાવી શકે.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
