લોકસભા ચૂંટણી 2019: 'અબકી બાર 400 પાર, શાહને કૃષ્ણ અને મોદીને અર્જુન ગણાવ્યા'
'અબકી બાર 400 પાર, શાહને કૃષ્ણ અને મોદીને અર્જુન ગણાવ્યા'
બારાબંકીઃ આગામી લોકસભા ચૂંટણીને લઈ સત્તાધારી અને વિપક્ષી પાર્ટીઓ જોર-શોરથી તૈયારીમાં લાગી ગઈ છે, પરંતુ આ બધાની વચ્ચે એક દિલચસ્પ સમાચાર આવ્યા છે. ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદી બીજી વાર પીએમ મોદીને બીજીવાર પ્રધાન મંત્રી બનાવવા માટે ભાજપના સમર્કોઈ કસર છોડવા માંગતા નથી. જેને લઈ જિલ્લાના ભાજપ સમર્થકોએ મહાભારતકાલીન ઈતિહાસના સાક્ષી બારાબંકીના લોધેશ્વર મહાદેવ મંદિરમાં એક સંકલ્પ લીધો છે, જે મુજબ જ્યાં સુધી ભાજપ બારાબંકીની પ્રિયંકા રાવત સહિત 400 સીટ ન જીતી લે અને મોદી બીજીવાર પીએમ ન બની જાય ત્યાં સધી તેમના આ સરોવરમાં અનુષ્ઠાન ચાલુ રહેશે.

મોદીને બીજીવાર પીએમ બનાવવાનો સંકલ્પ
બારાબંકીના રામનગરમાં સ્થિત મહાદેવનો મહાભારત કાળના કૌરવો અને પાંડવો સાથે ઉંડો સંબંધ છે. જિલ્લાના ભાજપ સમર્થકોનું કહેવું છે કે જેવી રીતે મહાભારતમાં ધર્મ અને ધર્મની લડાઈ થઈ હતી ઠીક તેવી જ રીતે આજે તમામ દેશ વિરોધી તાકાત એક સાથે મળીને પીએમ મોદી વિરુદ્ધ ઉભી થઈ ગઈ છે. પરંતુ અમે લોકો આગામી લોકસભા ચૂંટણી જીતીને મોદીજીને બીજીવાર દેશના પીએમ બનાવશું. આ ભાજપી સમર્થકોએ સરોવરમાં સંકલ્પ લઈને પોતાનો અનુષ્ઠાન શરૂ કરી દીધો છે.

તળાવમાં રહીને પૂજા-અર્ચના કરતા રહેશે
ભાજપના સમર્થક વૈભવ મિશ્રાએ જણાવ્યું કે અમે બધા લોકો મોદીજીને બીજીવાર દેશના પીએમ બનાવવા માંગીએ છીએ. ભાજપ બારાબંકી સહિત 400થી વધુ લોકસભા સીટ પર વિજય હાંસલ રે, તે માટે અમે લોકો આ મહાભારત કાળના સરોવરમાં એકઠા થયા છીએ. જેવી રીતે મહાભારતમાં શ્રીકૃષ્ણ ખુદ અર્જુનને જીતનો રસ્તો દેખાડી રહ્યા હતા, ઠીક તે જ રોલ આજે અમિત શાહ નિભાવી રહ્યા છે અને તેમની નજર 400 સીટ જીતવા પર ટકી છે. અમે લોકોએ પ્રણ લીધો છે કે જ્યાર સુધી 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપ 400 સીટ પર જીત હાસલ નથી કરી લેતી, અમે લોકો આ તળાવમાં રહીશું અને અમારી પૂજા-અર્ચના કરતા રહીશું.

400 પાર પહોંચે મોદી
જ્યારે ભાજપના સમર્થક રામ બાબૂ દ્વિદેદીએ પણ બીજીવાર ભાજપ સરકાર બનાવવાનો સંકલ્પ લીધો છે. તેમણે કહ્યું કે 2019ની લોકસભા ચૂંટણીનું બિગુલ વાગી ગયું છે. જેવી રીતે દેવતાઓ અને અસુરો વચ્ચે સમુદ્ર મંથન થયં હતું, તેવી જ રીતે આજના રાજનૈતિક અસુરોને પરાજિત કરવા માટે અમે લોધેશ્વર મહાદેવના સરોવરમાં સ્નાન કરી આ પ્રણ લીધો છે કે મોદજીને આ વખતે 400 પાર પહોંચાડશું.

ધર્મનો ઝંડો ક્યારેય ઝુક્યો પણ નહિ અને ઝુકશે પણ નહિ
મંદિર પરિસરમાં હાજર ફળહારી બાબા મુજબ આજના જમાનામાં પણ અસુર તાકાત વધી ગઈ છે. આજે આ ચૂંટણી સંગ્રામમાં તમામ અસુરી તાકાત એક તરફ થઈ ધર્મને દબાવવાની કોશિશ કરી રહી છે. અમારા પીએમ મોદી સતત મન વચન કર્મથી દેશને બનાવવાનો પ્રયાસ કરે છે અને તેમને રોકવા માટે વિપક્ષ ષડયંત્ર રચી રહ્યું છે. તેમણે કહ્યું કે ધર્મનો ઝંડો ક્યારેય ઝુક્યો પણ નથી અને ઝૂકશે પણ નહિ. પીએમ મોદીને બીજીવાર પીએમ બનાવવાના ઉદ્દેશ્યથી અમે લોકો આ સરોવરમાં એકઠા થયા છીએ. જેનાથી મોદીજી તમામ વિપક્ષિઓને પરાસ્ત કરતા 400થી વધુ સીટ હાંસલ કરે.
-
PM Modi Meeting: 'Lockdownની અફવાઓ પર લગામ', PMની મુખ્યમંત્રીઓ સાથે અઢી કલાક ચાલી બેઠક, આપ્યા 8 સંદેશ-List -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં








Click it and Unblock the Notifications
