વિપક્ષ માટે ભાજપનો વ્યૂહ; મહત્વના પદો પર વિવિધ પક્ષના નેતાની નિયુક્તિ
નવી દિલ્હી, 6 જૂન : આજે લોકસભા સ્પીકરની નિયુક્તિ કરી દેવામાં આવી છે. ભાજપના નેતા સુમિત્રા મહાજનને લોકસભાના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. હવે ડેપ્યુટી સ્પીકરનું પદ કોને ફાળે આવશે તે હજી સુધી નક્કી નથી.
વાસ્તવમાં ડેપ્યુટી સ્પીકરનું પદ હોય કે વિપક્ષના નેતાનું પદ, આર્થિક બાબતોની સમિતી હોય કે પીએસીના ચેરમેનનું પદ, અત્યાર સુધી આ પદો વિપક્ષોને મળતા રહ્યા છે. જો કે નવી સરકારના મનમાં અલગ ગોઠવણ ચાલી રહી છે.
આ ગોઠવણ રાજ્યસભામાં સંખ્યાબળ પ્રાપ્ત કરવાની તૈયારીના ભાગરૂપ છે. એનડીએ સરકાર રાજ્યસભામાં બળ પ્રાપ્ત કરવા માટે આ ચાર મહત્વના પદ કોઇ એક પક્ષને આપવાને બદલે જુદા જુદા પક્ષોને ફાળવી શકે છે.
એનડીએ પાસે લોકસભામાં તો પૂર્ણ બહુમત છે, પરંતુ રાજ્યસભામાં સંખ્યાબળ બાબતે એનડીએ પાછળ છે. આવી સ્થિતિમાં મોદી સરકારે આ નબળાઇને પહોંચી વળવા માટે ખાસ રણનીતિ ઘડી કાઢી છે. મોદી એ તમામ પદો પર જુદા જુદા પક્ષોના નેતાને બેસાડી શકે છે, જેમના પર સામાન્ય રીતે મુખ્ય વિપક્ષી દળનો કબ્જો રહે છે.
અત્યાર સુધી ચારેય મહત્વના પદો એટલે કે વિપક્ષના નેતા, ડેપ્યુટી સ્પીકર, આર્થિક બાબતોની સ્થાયી સમિતી અને પીએસીના ચેરમેન પદ પર મુખ્ય વિપક્ષી દળના નેતા જ બેસતા આવ્યા છે.

કોંગ્રેસને કયું પદ?
વિપક્ષના નેતાનું પદ 44 સાંસદોવાળી કોંગ્રેસને મળી શકે છે.

AIADMKને શું?
ડેપ્યુટી સ્પીકરનું પદ જયલલિતાની પાર્ટી એઆઇએજીએમકેના નેતા અને સાંસદ થમ્બી દુરેને મળી શકે છે.

BJDને મળી શકે છે આ પદ...
આર્થિક બાબતોની સ્થાયી સમિતીના અધ્યક્ષનું પદ નવીન પટનાયકની પાર્ટી બીજેડીને મળી શકે છે.

PAC કોના ફાળે?
પબ્લિક એકાઉન્ટ્સ કમિટી એટલે કે જાહેર હિસાબ સમિતીનું પદ કોને સોંપાશે તે અંગે હજી વિચારણા ચાલી રહી છે.
સૂત્રૌ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર વિપક્ષના નેતાનું પદ 44 સાંસદોવાળી કોંગ્રેસને મળી શકે છે. ડેપ્યુટી સ્પીકરનું પદ જયલલિતાની પાર્ટી એઆઇએજીએમકેના નેતા અને સાંસદ થમ્બી દુરેને મળી શકે છે. આર્થિક બાબતોની સ્થાયી સમિતીના અધ્યક્ષનું પદ નવીન પટનાયકની પાર્ટી બીજેડીને મળી શકે છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
