ભાજપનુ મુસ્લિમ કનેક્ટઃ 2024 પહેલા યુપીમાં પીએમ મોદીના 'મન કી બાત'ની 1 લાખ ઉર્દૂ નકલો વહેંચશે BJP
Bhartiya Janta Party: ઉત્તર પ્રદેશમાં નગરપાલિકાને ચૂંટણીને સેમીફાઈનલ માનીને ચૂંટણી તૈયારીઓમાં લાગેલા ભાજપનુ મુખ્ય લક્ષ્ય સામાન્ય ચૂંટણી છે. આ સ્થિતિમાં ભાજપ આ હિન્દી પટ્ટામાં મુસ્લિમ કનેક્ટની કવાયતમાં લાગી ગયુ છે.
એક તરફ ભાજપનું સબકા સાથ સબકા વિકાસનો નારો, બીજી તરફ હવે ભાજપ યુપીમાં આ સમુદાયમાં પીએમ મોદીના મન બી બાતની એક લાખ ઉર્દૂ નકલો વહેંચવાનું કામ કરશે. ભાજપની આ રણનીતિના કેન્દ્રમાં ખાસ કરીને તે 14 લોકસભા બેઠકો છે જે ભાજપે ગઈ વખતે ગુમાવી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની 'મન કી બાત' ને મુસ્લિમ સમુદાયના દરેક વર્ગ સુધી લઈ જવા માટે, ભાજપ 150 પાનાના પુસ્તકની એક લાખ નકલો છાપી રહી છે, જે રમઝાન દરમિયાન "ભવ્ય સમારોહ" માં વિતરણ કરવામાં આવશે એમ ભાજપના એક કાર્યકર્તાએ જણાવ્યુ હતુ. 'વઝીર-એ-આઝમ જનાબ નરેન્દ્ર મોદી કે મન કી બાત ઉર્દૂ કે સાથ' 2022માં રેડિયો પર પ્રસારિત વડાપ્રધાનના ભાષણોના 12 એપિસોડનુ સંકલન છે.
ભાજપના લઘુમતી મોરચાના પ્રદેશ અધ્યક્ષ કુંવર બાસિત અલીનુ કહેવુ છે કે, 'પીએમ મોદીની મન કી બાત દ્વારા પાર્ટી મુસ્લિમ સમુદાય સુધી સરકારની પ્રાથમિકતા પહોંચાડવા માંગે છે. આ પુસ્તકનુ ફોકસ યુપીની 14 બેઠકો પર રહેશે જ્યાં ભાજપની હાર થઈ હતી. વડાપ્રધાન મોદી દરેક લોકોના નેતા છે. કોઈ રાજકીય ઈરાદો નથી પરંતુ સૌના વિકાસની વાત છે. તેમનો સંદેશ મુસ્લિમો સુધી અને તેમની ભાષામાં પણ પહોંચવો જોઈએ.'
જો કે વિપક્ષો હવે મુસ્લિમ સમુદાયને ખુશ કરવા માટે સરકાર પર નિશાન સાધી રહ્યા છે. સમાજવાદી પાર્ટીના પ્રવક્તા રાજીવ રાયે કહ્યુ કે ભાજપની વિચારધારા પછાત સમુદાયો અને મુસ્લિમ વિરોધી છે. પીએમ મોદીની પણ આ જ વિચારસરણી છે. આજ સુધી કોઈ પૂર્ણ સમય કેન્દ્રીય લઘુમતી મંત્રી નથી. તેમણે મુસલમાનોને ભિખારીનો વાટકો આપવાનુ કામ કર્યુ. પાર્ટીએ ધર્મના આધારે ભેદભાવ કર્યો અને યુપીમાં દલિતો અને મુસ્લિમો પર જ બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી.
રાયે કહ્યું કે પીએમે કહ્યું હતુ કે મુસ્લિમના હાથમાં કુરાન અને લેપટોપ હશે પરંતુ એવું કંઈ થયુ નહીં. ભાજપ અને આરએસએસ મુસ્લિમોને ડરાવવા અને તેમના હિંદુત્વથી મત મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ દેશ જેટલો હિંદુઓનો છે તેટલો જ મુસ્લિમોનો પણ છે. આ પુસ્તક શેર કરવાથી કંઈ થશે નહીં. ભાષણો આપવાથી આ લોકોનુ ભાગ્ય બદલાતુ નથી.
પુસ્તક વિમોચન પર સવાલ ઉઠાવતા કોંગ્રેસના પ્રવક્તા અંશુ અવસ્થીએ કહ્યુ કે પીએમ મોદી ભલે 'મન કી બાત'ની વાત કરે છે, પરંતુ તેઓ ક્યારેય લોકો, ખેડૂતો, યુવાનો, મોંઘવારી કે ચીન વિશે વાત કરતા નથી. મોદી-અદાણી ભાઈઓની ક્યારેય વાત કરતા નથી. હવે તે તેના મનમાં શું છે તે વિશે વાત કરવા માંગે છે. ઉર્દૂ હોય કે ફ્રેંચમાં ભાષાંતર થાય, તે લોકો માટે કામમાં આવતુ નથી. તેઓએ જણાવવુ પડશે કે છેલ્લા 10 વર્ષમાં શું કર્યુ છે.
રાજનીતિ વિજ્ઞાનના ભૂતપૂર્વ પ્રોફેસર દાનિશ ખાનનુ કહેવુ છે કે કોઈપણ પક્ષ મુસ્લિમોની નજીક આવી શકે છે પરંતુ તેમની વાત અને કાર્યમાં કોઈ ફરક ન હોવો જોઈએ. કોઈપણ પક્ષના નેતાઓ જો મુસ્લિમો સુધી પહોંચવા માંગતા હોય તો તેઓ કરી શકે છે પરંતુ આવા લોકોને પણ પાર્ટીમાંથી પ્રતિબંધિત કરવા જોઈએ જેઓ તેમના નફરતભર્યા ભાષણોથી મુસ્લિમ સમુદાયમાં ઝેર ફેલાવવાનો પ્રયાસ કરે છે. પાર્ટીએ મુસ્લિમ કલ્યાણને લઈને પોતાનો ઈરાદો સ્પષ્ટ કરવો જોઈએ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
