વીડિયો: એક સમયે મોદીના સૌથી મોટા ફૅન હતા નિતિશ !
નવી દિલ્હી, 17 જૂન: આજે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સૌથી મોટા વિરોધી બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમાર એક સમયે નરેન્દ્ર મોદીના પ્રશંસક હતા. ભાજપે નિતિશ કુમારના તે ભાષણનો વિડિયો લીક કરવામાં આવ્યો છે જેમાં નિતિશ કુમારે નરેન્દ્ર મોદીની ગુજરાતના રમખાણો બાદ પણ નરેન્દ્ર મોદીની જોરદાર પ્રશંસા કરી હતી.
ધર્મનિરપેક્ષતાના નામ પર ભાજપાથી અલગ પડેલા નિતિશ કુમારે એનડીએ સરકારમાં રેલવે મંત્રી તરીકે રમખાણોના એક વર્ષ બાદ નરેન્દ્ર મોદીની કર્મઠતા અને નેતૃત્વ ક્ષમતાની જોરદાર પ્રશંસા કરી હતી. 13 ડિસેમ્બર 2003ના રોજ કચ્છમાં એક રેલવે પ્રોજેક્ટના ઉદઘાટન સમયે નિતિશ કુમારે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય રાજકારણની ક્ષિતિજોને પાર કરશે તેવી ભવિષ્યવાણી કરી હતી. આ ભાષણમાં રેલવે મંત્રીના પદ પર બિરાજમાન નિતિશ કુમાર ભૂજ ગયા હતા ભૂકંપ બાદ પુનનિર્માણના કામ માટે નરેન્દ્ર મોદી પ્રશંસા કરી હતી.

નિતિશ કુમારે કહ્યું હતું કે આટલા ઓછા સમયમાં જે પ્રકારે પુનનિર્માણનું કામ થઇ રહ્યું છે તેના માટે ગુજરાતવાસીઓને સલામ કરું છું. ગુજરાત સરકાર જેનું નેતૃત્વ નરેન્દ્ર મોદી કરી રહ્યાં છે તેને હું ધન્યવાદ અને શુભેચ્છાઓ પાઠવવા માંગું છું. નિતિશ કુમારે કહ્યું હતું કે 'મને આશા છે કે નરેન્દ્ર ભાઇ બહુ દિવસ સુધી ગુજરાતના દાયરામાં સિમિત નહી રહે, દેશને તેમની સેવાનો લાભ મળશે.'
હવે ભાજપે નિતિશ કુમારના આ જૂના ભાષણને લીક કરીને તેમની ધર્મનિરપેક્ષતાની હવા કાઢી નાખી છે. ભાજપા જનતા સમક્ષ એ સાબિત કરવા માંગે છે કે નિતિશ કુમારનો મોદી વિરોધનો સંબંધ સિદ્ધાંત કે વિચારધારા સાથે નથી પરંતુ વોટબેંકનું રાજકારણ અને તકવાદ સાથે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
